ઉપરાષ્ટ્રપતિ ધનખડે ન્યાયતંત્રને લઈ વ્યક્ત કરી ચિતા, જાણો શું કહ્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના તાજેતરના નિવેદનમાં ભારતીય ન્યાયતંત્રની આકરી ટીકા કરી હતી. આ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ન્યાયિક પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ સતત ઘટી રહ્યો છે. તાજેતરની એક ઘટનાનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક ન્યાયાધીશના નિવાસસ્થાનમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી, પરંતુ તેમ છતાં, કોઈ FIR નોંધવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે અને ન્યાયતંત્રની જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

ધનખડે કહ્યું કે દેશે એવી લોકશાહીની કલ્પના પણ નહોતી કરી જ્યાં ન્યાયાધીશો કાયદા બનાવે, કારોબારીનું કાર્ય કરે અને સંસદની ભૂમિકા પણ ભજવે. તેમણે સુપ્રીમ કોર્ટના તે નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ચોક્કસ સમયમર્યાદામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

ન્યાયતંત્રમાં વધતા દખલ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો
ધનખડે વિધાનસભા અને કારોબારીની બાબતોમાં ન્યાયતંત્રના હસ્તક્ષેપ સામે સખત વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિને સૂચના આપવી એ બંધારણીય સંતુલનને ખલેલ પહોંચાડવા જેવું છે. તેમણે એમ પણ ઉમેર્યું, “આપણે ક્યાં જઈ રહ્યા છીએ, દેશમાં શું થઈ રહ્યું છે?”

વાઇસ પ્રેસિડેન્ટ એન્ક્લેવ ખાતે રાજ્યસભાના તાલીમાર્થી અધિકારીઓની છઠ્ઠી બેચને સંબોધતા, કલમ 142 પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે હવે આ કલમ ન્યાયતંત્ર માટે પરમાણુ મિસાઇલ બની ગઈ છે, જેનો ઉપયોગ લોકશાહી પ્રક્રિયાને બાયપાસ કરવા માટે થઈ રહ્યો છે.

‘રાષ્ટ્રપતિને સૂચના આપવી એ ચિંતાનો વિષય’
ધનખડે કહ્યું કે રાષ્ટ્રપતિને મોકલ્યા પછી સમયમર્યાદામાં બિલને મંજૂરી આપવાના નિર્દેશ આપવા એ બંધારણની ભાવના વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે આ સમીક્ષા અરજી દાખલ કરવાનો પ્રશ્ન નથી પરંતુ દેશના લોકશાહી સંતુલનનો છે.

Related Posts

Ambaji ભાદરવી પૂનમ મેળો 2026: પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજ્જ; ભોજનશાળા, વિશ્રામ ગૃહો અને પાર્કિંગ ઝોન કાર્યરત…

B India બનાસકાંઠા : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ Ambajiમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા આ મહામેળામાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં પગપાળા સંઘો અને યાત્રાળુઓ આવવાના હોવાથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 38 પાર્કિંગ વિસ્તારોમાં વાહનોની વ્યવસ્થા Ambaji ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીમાં સૌથી મોટો પડકાર ટ્રાફિક અને પાર્કિંગનો રહે છે. મોટી સંખ્યામાં કાર, બસ, ખાનગી વાહનો અને યાત્રાળુઓના વાહનો Ambaji તરફ આવતા હોવાથી મુખ્ય યાત્રાધામ વિસ્તારમાં વાહનોની ભીડ ન વધે તે માટે અલગ-અલગ…

IIT-Bombay વિદ્યાર્થી આત્મહત્યા મામલો: ડાયરેક્ટરના રાજીનામા અને માનસિક સ્વાસ્થ્ય સુરક્ષાની માંગ સાથે ઉગ્ર વિરોધ

મુંબઈ : IIT-બોમ્બેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં ભારે વિરોધ શરૂ થયો છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટીતંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ, સંસ્થાના ડાયરેક્ટરના રાજીનામા, વિદ્યાર્થીઓને નીતિ-નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ અને કેમ્પસમાં માનસિક સ્વાસ્થ્યની સુવિધાઓ મજબૂત કરવાની માંગ કરી છે. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો મામલો IIT-Bombayના સત્તાવાર નિવેદન અનુસાર, વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. સંસ્થાએ જણાવ્યું કે તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની બાબત પણ સામે આવી હતી. IIT-Bombayના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *