નડિયાદ : બેકરીમાં બાળ મજૂરીનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ, ઉઠ્યા અનેક સવાલો

નડિયાદ શહેરની એક પફ બનાવતી બેકરીનો બાળ મજૂરી સંબંધિત વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. વીડિયોમાં બે કરતા વધુ બાળકોને બેકરીના કાર્યમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. , જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. આ દરમિયાન શ્રમ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિ આ અંગે કેવા પ્રકારના પગલાં આ પફ બનાવતી બેકરી પર લેશે તે જોવું રહ્યું.

વીડિયો વાયરલ થતા જ તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. બીજી તરફ બેકરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બાળકોની ઉંમર, કામના સમયગાળા અને પરિસ્થિતિઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. બેકરી સંચાલક સામે બાળકમજૂરી પ્રતિબંધ કાયદા અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે.

ભારત સરકારના કાયદા અનુસાર, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ પ્રકારના શ્રમ કાર્યમાં રોકવામાં આવતા હોય છે તે બાળ મજૂરી એ ગંભીર ગુનો છે , ત્યારે હવે શ્રમ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિ આ અંગે કેવા પ્રકારના પગલાં આ પફ બનાવતી બેકરી પર લેશે તે જોવું રહ્યું.
રિપોર્ટર:-પ્રતિક ભટ્ટ નડીઆદ

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

 

Related Posts

જસદણ ખનીજચોરી વિવાદ: ભાજપ નેતાનું નામ ખુલતા રાજકારણ ગરમાયું… 2026 Corruption

રાજકોટ રેન્જ ખનીજચોરી રેકેટમાં રાજકારણ ગરમાયું: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવતા ચર્ચા તેજ, પોલીસે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો  રાજકોટ ખનીજચોરી રેકેટ: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવ્યું, ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ રેન્જમાં ગેરકાયદેસર ખનીજચોરી મામલે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસે કાર્યવાહી કરીને અંદાજે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જાણો સમગ્ર મામલો. ગુજરાતમાં ગેરકાયદેસર ખનન સામે સરકાર અને પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ રેન્જમાં બહાર આવેલા એક ખનીજચોરી રેકેટે ફરી એકવાર રાજકીય અને વહીવટી તંત્રમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે ગેરકાયદેસર ખનન…

ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ… Bountiful

ગુજરાતમાં 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ: કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં મેઘમહેર  ગુજરાતમાં 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ | કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 109 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે ધરમપુર અને નાનાપોંઢામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. જાણો જિલ્લાવાર વરસાદની સ્થિતિ. ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 109 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું રાજ્યના હવામાન વિભાગના આંકડાઓમાં સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ પડ્યો. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *