ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મહેશ વસાવાએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, વિચારધારાના કારણે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપમાં અહંકાર છે કોઈનું સાંભળતા નથી. આદિવાસી વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે.
છોટુ વસાવા થયા હતા નારાજ
છોટુભાઈ વસાવા તેમના પુત્રના ભાજપમાં જવાના નિર્ણયથી નારાજ થયા હતા. તેમણે જારી કરેલા એક વીડિયો નિવેદનમાં ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપે તેમને ગેરમાર્ગે દોરીને તેમના પડખે લઈ લીધા છે. બીજી તરફ છોટુભાઈ વસાવાએ લોકસભાની ચૂંટણી પહેલા ભારત આદિવાસી પાર્ટીની સ્થાપન કરી હતી.

કોણ છે મહેશ વસાવા
મહેશ વસાવા આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર છે. છોટુભાઈ વસાવાએ બે વખત લગ્ન કર્યાં છે. પહેલા પત્નીનું નિધન થયું છે. પ્રથમ પત્ની થકી જે પુત્ર છે તેનું નામ મહેશ વસાવા અને બીજી પત્ની થકી જે બે પુત્રો છે તેમનું નામ દિલીપ અને કિશોર છે. જો છોટુભાઈ વસાવાના રાજકીય વારસાની વાત કરવામાં આવે તો છોટુભાઈ સાત વખત ઝઘડિયા ખાતેના ધારસભ્ય રહી ચૂક્યા છે. મહેશ વસાવાને છોટુભાઈ વસાવાના રાજકીય વારસદાર તરીકે ગણવામાં આવે છે. બીજી તરફ મહેશ વસાવાએ બીટીપીની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2017માં જેડીયુના વિભાજન બાદ મહેશે બીટીપીની શરૂઆત કરી હતી. શરદ યાદવની આગેવાની હેઠળના જૂથે પક્ષના ચૂંટણી પ્રતિક પર અધિકાર ગુમાવ્યો હતો જેને કારણે તેમણે બીટીપીની રચના કરી હતી. મહેશ વસાવાએ તેમની પાર્ટીનું એક સમયે ગઠબંધન કૉંગ્રેસ સાથે પણ કર્યું હતું. પણ આ ગઠબંધન બહુ લાંબો સમય રહ્યું નહોતું.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






