Gandhinagar: સેક્ટર 4માં ગેસનો બાટલો થયો બ્લાસ્ટ, આગ પર કાબૂ મેળવવા જતાં 4 ફાયર વિભાગના કર્મચારી ઇજાગ્રસ્ત

રાજ્યમાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન આગની વધુ કે ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં સેક્ટર 4માં અચાનક આગની ઘટના સામે આવી હતી. જેમાં આગ પર કાબૂ મેળવવા જતાં જોરદાર બ્લાસ્ટ થતાં 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ બ્લાસ્ટમાં 4 ફાયર વિભાગના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

આ મામલે ફાયર ફાઈટર્સ વિભાગના અધિકારીએ કહ્યું કે અમને ગાંધીનગરના સેક્ટર 4 માં જાહેર શૌચાલયની પાછળ આવેલા ઝુંપડામાં આગ લાગી હોવાની જાણકારી આપતો એક કોલ આવ્યો હતો જેના પર ત્વરિત કાર્યવાહી કરતાં ટીમને રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ શૌચાલયની પાછળ આવેલા આગમાં લપેટાયેલા ઝુંપડામાં ગેસના બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં ફાયર ફાઈટર્સ ટીમના 4 સભ્યો આવી ગયા હતા. ચારેયની હાલત અત્યારે ગંભીર જણાવાઈ રહી છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

ત્રણ કર્મચારીને અમદાવાદ રિફર કરાયા
ગેસનાં બાટલાનાં કારણે બ્લાસ્ટ થયાનો પ્રાથમિક અનુમાન છે. 4 થી વધુ ફાયર રેસ્ક્યુ ટીમનાં કર્મચારીઓ દાઝતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ચાર પેકી ત્રણને તાત્કાલિક અમદાવાદ સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે. ફાયર વિભાગના કર્મચારી મહાવીરસિંહ ચૌહાણ, રણજિત ઠાકોર અને વિપુલ રબારીને સારવાર માટે અમદાવાદ સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે. જ્યારે ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગરનાં મેયર મીરા પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Air India Emergency Landing Jaipur Airport Security Protocols 2026: એર ઇન્ડિયા ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ..જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ..

Air India Flight Hijack Alert: જર્મનીથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું Jaipurમાં ઇમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ ATCને મળ્યો હાઇજેકનો સંકેત Air India Emergency Landing Jaipur: જર્મનીના ફ્રેન્કફર્ટથી દેશની રાજધાની દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ મળતાં ઉડ્ડયન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. 14 ઑક્ટોબર 2026ના રોજ ફ્લાઇટ AI-2030ને સુરક્ષા કારણોસર Jaipur ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનના સંદર્ભમાં અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને હાઇજેક સાથે સંકળાયેલો સંકેત મળ્યો હતો. આ પછી સુરક્ષા પ્રોટોકોલ હેઠળ વિમાનનું જયપુરમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાનમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને વિમાન તથા સામાનની તપાસ શરૂ કરવામાં આવી હતી. -> ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં શું બન્યું? :-…

Ambaji Mohanthal Prasad Awarded Official GI Tag 2026: જય અંબે! અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળની ગરિમા વધી..

Ambajiના મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટૅગ, ગુજરાતની ધાર્મિક પરંપરાને મળી સત્તાવાર ઓળખ બનાસકાંઠાના શક્તિપીઠ Ambajiના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે મોહનથાળને GI ટૅગ આપવામાં આવ્યો છે. સત્તાવાર રજિસ્ટ્રીના રેકોર્ડ મુજબ આ નોંધણીનું પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવરાત્રિના પ્રથમ નોરતે, 11 ઓક્ટોબરે અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલા સમારોહ દરમિયાન ટ્રસ્ટને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ માન્યતા સાથે Ambajiના મોહનથાળને માત્ર ધાર્મિક પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ ચોક્કસ સ્થળ સાથે જોડાયેલી વિશિષ્ટ પરંપરાગત ખાદ્ય ઓળખ તરીકે પણ સત્તાવાર માન્યતા મળી છે. અંબાજી મંદિરના લાખો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *