Surat: રત્ન કલાકારોને ઝેરની અસર મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, જાણો શું છે મામલો

સુરતમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. સુરતમાં અનભ જેમ્સમાં પાણી પીધા બાદ 100 થી વધુ રત્નકલાકારોની તબિયત અચાનક બગડી હતી. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસમાજિક તત્વએ સેલ્ફોસ નામની દાવા (અનાજમાં રાખવામાં આવતી કીટનાશક દવા)ની પડીકી નાખી હોવાનું જાણવા મળતા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેને લઈને કાપોદ્રા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મીલેનીયમ કોમ્પ્લેક્સમાં અનભ જેમ્સ નામનું હીરાનું કારખાનું આવેલું છે. જેમાં ગઇકાલે પાણી પીધા બાદ 100થી વધુ રત્ન કલાકારની તબિયત લથડી હતી. જેમને કિરણ અને ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. તમામની તબિયત સ્ટેબલ છે. આ બનાવની જાણ થતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. અને હવે કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે. મહત્વની વાતએ છે કે, અનભ જેમ્સ કંપન પીવાના પાણીના કુલરમાં તપાસ કરતા તેમાંથી સેલફોસની પડીકી મળી આવી છે.

આ પણ વાંચો: રાજ્યના ખેડૂતો મળશે મોટી રાહત, સિંચાઈના પાણી મામલે સરકારે લીધો આ મોટો નિર્ણય

શું કહ્યું પ્રફુલ પાનસેરિયાએ
સમગ્ર ઘટના અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, સુરતના વરાછા વિસ્તારમાં એક ડાયમંડ ફેક્ટરીમાં કોઈ અસામાજિક તત્વએ પીવાના પાણીમાં ઝેર ભેળવી દીધું હતું, 104 રત્નકલાકારોને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને બીજા 14 રત્નકલાકારોને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધા સેફ છે બધાનું સ્વાસ્થ્ય સારું છે, બે કર્મચારીને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે તે પણ સ્વસ્થ છે, હું આશા રાખું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવતી કાલ સુધીમાં તમામ લોકોને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે બદમાશે આ કૃત્ય કર્યું છે તે અંગે પોલીસ ચારે તરફથી તપાસ કરી રહી છે. જે બદમાશે આ કૃત્ય કર્યું છે તે ખુબ જ ડેન્જર બાબત છે 118 જેટલા રત્નકલાકારો આજે હોસ્પિટલમાં દાખલ છે જેણે આ કર્યું છે તેને સજા ભોગવવી જ પડશે, પોલીસ કામગીરી કરી રહી છે હાલ તમામ રત્નકલાકારોનું સ્વાસ્થ્ય સારું છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 Vibrant Pose

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 બોલમાં સદી ફટકારી રોહિતનો રેકોર્ડ તોડ્યો  નવી દિલ્હી: ભારતીય Cricket ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં બેટિંગનો એવો ધમાકો કર્યો કે ક્રિકેટ જગતમાં ફરી એકવાર તેમનું નામ ચર્ચામાં આવી ગયું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અભિષેકે માત્ર 30 બોલમાં સદી ફટકારીને ભારતીય બેટ્સમેન તરીકે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો. પરંતુ અભિષેકની ચર્ચા માત્ર તેની તોફાની બેટિંગ પૂરતી મર્યાદિત રહી નહોતી. સદી પૂરી કર્યા બાદ તેમણે મેદાન પર જ પલાંઠી વાળીને ધ્યાનની મુદ્રામાં બેસી ‘ૐ નમઃ શિવાય’નો જાપ કર્યો હતો. અભિષેકનું આ અનોખું સેલિબ્રેશન કેમેરામાં કેદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *