રબારી સમાજની વર્ષો જૂની માંગણીને રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગત

અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક્ક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી અમદાવાદના આશરે 1100 માલધારી પરિવારોને પોતાનાં ઘરનો માલિકી હક્ક મળશે.

આ નિર્ણય સંદર્ભે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં રબારી સમાજના વસવાટ તેમજ તેમના ઢોર માટે રાખવાની વ્યવસ્થા થઈ શકે તેવા શુભ આશયથી રાજ્ય સરકારે વર્ષ 1960-61માં જમીન સંપાદન કરી અમદાવાદ મહાનગરપાલિકાને સુપરત કરી હતી.

આ જમીન પર અમદાવાદ મહાનગરપાલિકાએ પ્લોટ પાડીને ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર જૂની અને જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતોમાં રહેઠાણ સાથેના મકાનો બાંધીને જે તે સમયે રબારી પરિવારોને પ્લોટની ફાળવણી કરી હતી. જેમાં જશોદાનગર જૂની વસાહતમાં 137 પ્લોટ, જશોદાનગર નવી વસાહતમાં 440 પ્લોટ, ઓઢવ વસાહતમાં 310 પ્લોટ અને અમરાઈવાડીમાં 212 પ્લોટ મળીને ચારેય વસાહતોમાં આશરે કુલ 1099 પ્લોટની ફાળવણી માલધારી સમાજને કરવામાં આવી હતી. આ ચારેય વસાહતનું અંદાજીત કુલ ક્ષેત્રફળ 6,57,363 ચો.મીટર થાય છે.

જૂની માંગણીને લઈ લીધો મોટો નિર્ણય
મંત્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે, હાલ આ ચારેય રબારી વસાહતોમાં પ્લોટોની ફાળવણીને 50 વર્ષથી વધુ સમય થઇ ગયો છે. આ દરમિયાન અનેકવાર માલધારી સમાજે રાજ્ય સરકાર સમક્ષ જમીન પરનો માલિકી હક્ક આપવા અંગે રજૂઆત કરી હતી. દરેક સમાજની માંગણીઓને હકારાત્મક પ્રતિભાવ આપવાના અનુક્રમને જાળવી રાખતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આજે માલધારી સમાજની વર્ષો જૂની માંગણીને પણ હકારાત્મક વાચા આપતો નિર્ણય કર્યો છે.

આ તમામ વસાહતોનાં જૂના ભાડૂઆતો અથવા હાલનાં કબજેદારોને ફાળવવામાં આવેલી જમીન પર તેઓને કાયમી માલિકી હક્ક મળે તે આશયથી અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે જમીનના બજારભાવને બદલે રાહતભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ફાળવણી કરેલી પ્લોટની જમીન માટે હવે કબજેદાર પરિવારો 6 મહિનામાં પ્રવર્તમાન જંત્રીના 15 ટકા મુજબની રકમ ભરીને જમીનનો કાયમી માલિકી હક્ક મેળવી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે, જમીનનો માલિકી હક્ક મેળવવા માટે મૂળ ફાળવણીદારનાં વારસદારોએ ટ્રાન્સફર ફી પેટે રૂ. 1000 ની રકમ AMCને ભરવાની રહેશે. જ્યારે, મૂળ ફાળવણીદાર સિવાયના કબજેદાર એટલે કે, વારસદાર સિવાયના કિસ્સામાં જરૂરી પૂરાવા આપી રૂ. 20,000 ટ્રાન્સફર ફીની રકમ AMCને ભરવાની રહેશે. જમીન એકથી વધુ વાર તબદીલ થઇ હોય, તેવા કિસ્સામાં વધારાની ટ્રાન્સફર ફીની રકમ અલગથી ભરવાની રહેશે નહિ.

આ પણ વાંચો : ઉનાળામાં નહીં સર્જાય પાણીની સમસ્યા ! જાણો રાજ્યના જળાશયોની શું છે સ્થિતિ

આ છે શરત
આ ઉપરાંત હાલનાં પ્લોટ પર કાયમી માલિકી હક્ક મેળવવા માટે તેમણે અમદાવાદ મહાનગરપાલિકાની બાકી ભાડાની, બાકી લેણાંની અને સરકારી અથવા સ્થાનિક વેરાની બાકી રકમ પણ ભરપાઈ કરવાની રહેશે. આ તમામ નાણાં ભર્યેથી જરૂરી સ્ટેમ્પ ડ્યૂટી તથા તેના આનુષાંગિક ખર્ચ વગેરે ભરી નિયત સમયમાં દસ્તાવેજ કરાવી લેવાનો રહેશે.

કબજેદારો ફાળવવામાં આવેલી જમીન પર મંજૂરી સિવાયનું વધારાનું બાંધકામ ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (ગૃડા) અંતર્ગત જરૂરી પૂરાવા સાથે અરજી કરી નિયત નાણાં ભરી નિયમીત કરી શકશે. પૂરેપૂરા નાણાં ભર્યા તારીખથી દસ વર્ષ સુધી આ જમીનનો રહેણાંક સિવાય અન્ય કોઈપણ ઉપયોગ કરી શકાશે નહીં તથા અન્યને કોઈપણ રીતે વેચાણ કે તબદીલ કરી શકાશે નહી.

દસ વર્ષની મુદ્દત બાદ રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરવા માંગતા હોય તો પણ તેની પૂર્વ મંજૂરી મેળવી જંત્રીનાં પૂરે-પૂરા નાણાં ભરવાના રહેશે, જેમાં અગાઉ ભરેલ નાણાં મજરે મળી શકશે. જમીનનો માલિકી હક્ક મેળવવા માટે હાલનાં કબજેદારોએ મૂળ પ્લાનમાં દર્શાવ્યા મુજબના કોમન પ્લોટ, આંતરિક રોડ, ટીપી હેઠળના રસ્તા, રિઝર્વ પ્લોટ વગેરેની જગ્યા ફરજીયાતપણે ખુલ્લી કરવાની રહેશે, તેમ મંત્રી એ ઉમેર્યું હતું.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Mitchell Starcનો કહેર! બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ Devastating

Mitchell Starcનો કહેર! બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ, 6/12ની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયાની જોરદાર વાપસી  -> Mitchell Starc AUS vs BAN 2nd Test: ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઝડપી બોલિંગનો એવો કહેર જોવા મળ્યો કે માત્ર 229 રનમાં કુલ 18 વિકેટ પડી ગઈ. ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર Mitchell Starcએ 6 વિકેટ માત્ર 12 રનમાં ઝડપી બાંગ્લાદેશને 64 રનમાં સમેટી દીધું. આ પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં મળેલી 9 વિકેટની હારનો જોરદાર જવાબ આપ્યો છે. મેકેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટનનો આ નિર્ણય Mitchell Starcએ શરૂઆતથી જ સાચો સાબિત કરી દીધો.Starcએ મેચના પ્રથમ જ બોલે વિકેટ ઝડપી અને ત્યારબાદ બાંગ્લાદેશના બેટિંગ ઓર્ડર પર સતત…

Awarapan 2: ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવરાપન ૨’નો બોક્સ ઓફિસ પર દબદબો Unstoppable

Awarapan 2 Box Office Collection: ઇમરાન હાશ્મીની ફિલ્મનો જબરદસ્ત દબદબો, પહેલા જ અઠવાડિયામાં ₹100 કરોડ પાર મુંબઈ: બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી અને દિશા પટણીની બહુચર્ચિત ફિલ્મ ‘Awarapan 2’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતથી જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું અને માત્ર થોડા જ દિવસોમાં ₹100 કરોડનો આંકડો પાર કરીને ઇમરાન હાશ્મીના કરિયરમાં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. ->‘Awarapan 2’ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત :  ‘Awarapan 2’ને લઈને રિલીઝ પહેલાંથી જ દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. ખાસ કરીને 2007માં આવેલી ‘Awarapan’ સાથે જોડાયેલી યાદો અને ઇમરાન હાશ્મીની લોકપ્રિયતાને કારણે ફિલ્મને સારો પ્રારંભ મળ્યો.બોક્સ ઓફિસના આંકડા મુજબ ફિલ્મે શરૂઆતના દિવસોમાં મજબૂત કમાણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *