IPL 2025: રાજસ્થાનની જીતથી બેંગ્લોરને થયો ફાયદો … પોઈન્ટ ટેબલમાં જાણો તમામ ટીમની સ્થિતિ

IPL 2025 ની 18મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સ (PBKS) ને 50 રનથી હરાવ્યું. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 5 એપ્રિલ ના રોજ રમાયેલી મેચમાં, પંજાબને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તેઓ 9 વિકેટે 155 રન જ બનાવી શક્યા. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની બીજી જીત હતી. આ સાથે જ, સતત બે મેચોથી ચાલી રહેલી પંજાબ કિંગ્સની જીતનો સિલસિલો પણ સમાપ્ત થઈ ગયો.

રાજસ્થાન રોયલ્સની જીતથી પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ મેચ બાદ પંજાબ કિંગ્સ ચોથા સ્થાને સરકી ગયું છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) બીજા સ્થાને આવી ગયું છે. ગુજરાત ટાઇટન્સ (GT) ટીમ 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પંજાબ, બેંગલુરુ અને ગુજરાત ત્રણેયના ચાર-ચાર પોઇન્ટ સમાન છે. પરંતુ બેંગલુરુનો નેટ-રન રેટ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ કરતા સારો છે.

જો આપણે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, દિલ્હી કેપિટલ્સ ત્રણ મેચમાં 6 પોઈન્ટ સાથે ટોચ પર છે. દિલ્હી કેપિટલ્સ એકમાત્ર એવી ટીમ છે જેણે આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચમાં હારનો સામનો કર્યો નથી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પાંચમા ક્રમે, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) છઠ્ઠા ક્રમે અને રાજસ્થાન રોયલ્સ ટીમ સાતમા ક્રમે છે. જો આપણે વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો, છ ટીમો કોલકાતા, પંજાબ, ગુજરાત, બેંગલુરુ, રાજસ્થાન અને લખનૌના સમાન 4 પોઇન્ટ છે.

આવી સ્થિતિમાં, આ ટીમો નેટ-રન રેટના આધારે એકબીજાથી આગળ અથવા પાછળ છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) આઠમા ક્રમે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નવમા ક્રમે અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) દસમા અને છેલ્લા ક્રમે છે. ત્રણેય ટીમોના બે-બે પોઈન્ટ છે. IPL 2025 માં અત્યાર સુધીમાં ફક્ત 18 મેચ રમાઈ છે.

લેટેસ્ટ IPL સ્કોર ટેબલ
હાલમાં, નિકોલસ પૂરન IPL 2025 માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. લખનૌ સુપર જાયન્ટ્સના આ બેટ્સમેને 4 મેચમાં 218.47 ના સ્ટ્રાઇક રેટથી 201 રન બનાવ્યા છે. પૂરણે 16 સિકસ અને 18 ચોગ્ગા ફટકાર્યા છે. પૂરન પછી સાઈ સુદર્શન (186 રન), મિશેલ માર્શ (184 રન) અને સૂર્યકુમાર યાદવ (171 રન) છે.

ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્પિનર ​​નૂર અહેમદ હાલમાં 10 વિકેટ સાથે વર્તમાન સિઝનમાં સૌથી સફળ બોલર છે. તેમના પછી દિલ્હી કેપિટલ્સના મિશેલ સ્ટાર્કનો નંબર આવે છે. જેણે 9 વિકેટ લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ IPL 2025માં 8 વિકેટ લીધી છે અને તે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. CSK ના ફાસ્ટ બોલર ખલીલ અહેમદે પણ 8 વિકેટ લીધી છે.

  • Related Posts

    Khedbrahma Navratri Aatham Celebrations 2026: ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે આઠમનો ભવ્ય હવન.. Spiritual

    ખેડબ્રહ્મામાં Aatham નિમિત્તે શ્રી અંબિકા માતાજી મંદિરે ભવ્ય હવનનું આયોજન, દર્શન માટે ઉમટ્યા ભક્તો ખેડબ્રહ્મામાં Aatham પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી, અંબિકા માતાજીના દર્શન અને હવનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આઠમના પવિત્ર અવસરે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. આ નિમિત્તે શ્રી અંબિકા માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના દર્શન કરવા અને હવનના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ, શ્રદ્ધા અને માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ નમાવી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આઠમના પવિત્ર દિવસે મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ માતાજીના દર્શન અને ધાર્મિક વિધિમાં જોડાવા માટે શ્રદ્ધાળુઓની અવરજવર…

    Central Government Diwali Festival Bonanza 2026: નવરાત્રિમાં કેન્દ્રના ૩ મોટા નિર્ણયો! જાણો તમને શું મળશે ફાયદો? Misconception..

    નવરાત્રિમાં કેન્દ્ર સરકારની Diwali ગિફ્ટ! 11.40 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, દિવ્યાંગ પેન્શન સહિત 3 મોટા નિર્ણયો Diwali Government Decisions 2026: તહેવારોની સિઝન વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલા લોકો માટે મહત્વના નિર્ણયો ચર્ચામાં છે. રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ, EPFO હેઠળ સામાજિક સુરક્ષાનું કવરેજ વધારવા માટે પગાર મર્યાદામાં ફેરફાર અને દિવ્યાંગતા સંબંધિત પેન્શનના નિયમો જેવા મુદ્દાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાતથી લાખો પરિવારોને તહેવારો પહેલાં આર્થિક રાહત મળવાની અપેક્ષા છે. જોકે, આ ત્રણેય મુદ્દાઓની સ્થિતિ અલગ છે. રેલવે બોનસ અંગે તાજેતરમાં મંજૂરીના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે EPFOની પગાર મર્યાદા અને દિવ્યાંગ પેન્શન અંગેના નિયમો માટે સંબંધિત સત્તાવાર જાહેરાત અને પાત્રતાની શરતો સમજવી જરૂરી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *