સુરતમાં હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર, 12 પ્રકારના હીરાના ભાવમાં કરાયો વધારો

સુરતમાં હીરા ઉદ્યોગ પરથી મંદીનું ગ્રહણ દૂર થશે. ઘણા સમયથી મંદીનો સામનો કરી રહેલ હિરા ઉદ્યોગ જાન્યુઆરી મહિનાથી માર્કેટ રિકવરી મોડમાં દેખાઈ રહ્યો છે. 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરતા ઉદ્યોગકારો અને રત્ન કલાકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

–: હીરાના ભાવમાં કરાયો વધારો :-

હીરા ઉદ્યોગ છેલ્લા બે-અઢી વર્ષથી મંદીના માહોલમાં સપડાયો હતો. પરંતુ હાલમાં રેપાપોર્ટેના કેટલીક ચોક્કસ સાઈઝના હીરાના ભાવમાં વધારો કરતાં હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર નીકળવાનો માર્ગ મોકળો થયો છે. રેપાપોર્ટે રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કરતા હીરા ઉદ્યોગને મોટી રાહત મળી છે. રેપાપોર્ટે 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરતા હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી. રેપાપોર્ટે નિશ્ચિત પ્રકારના હીરામાં સાડા ત્રણથી સાડા દસ ટકા જેટલો વધારો કર્યો છે. ઉદ્યોગકારોને આ ઉપરાંત બીજી સાઈઝના હીરાના ભાવમાં વધારાની પણ આશા છે.

–: હીરા ઉદ્યોગમાં હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ :-

નોંધનીય છે કે, હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યું હતું. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે દાયકાઓ બાદ હીરા ઉદ્યોગમાં આવી મંદી જોવા મળી હતી. 1966 એટલે કે 50 વર્ષ સુધીના વર્ષોના ગાળા બાદ મહામંદી જોવા મળી હતી. હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને લઈને વેપારીઓ ધંધા બદલવા લાગ્યા હતા તો અનેક રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. તો કેટલાક લોકો લૂંટ અને ચોરી જેવા ગેરકાનૂની કામો કરવા લાગ્યા હતા.

Related Posts

Horoscope : રાશિફળ — 29 સપ્ટેમ્બર 2026, મંગળવાર

Horoscope ♈ મેષ રાશિ Horoscope કાલે ઉત્સાહ અને ઝડપથી નિર્ણય લેવાની ભાવના રહેશે. અટકેલું કામ ફરી શરૂ કરવાની તક મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી અથવા કોઈ મહત્વપૂર્ણ કામ હાથમાં આવી શકે. વેપારીઓ માટે જૂની ડીલ અથવા સંપર્ક ફરી ઉપયોગી બની શકે. પૈસાની બાબતમાં ઉતાવળે ખરીદી કરવાનું ટાળો. સંબંધોમાં સ્પષ્ટ વાતચીત રાખશો તો ગેરસમજ દૂર થઈ શકે.નોકરી: નવી તકવેપાર: જૂના સંપર્કથી લાભપ્રેમ: વાતચીતથી સંબંધ મજબૂતસ્વાસ્થ્ય: થાકથી બચોશુભ રંગ: લાલ Horoscope ♉ વૃષભ રાશિ કાલે નાણાકીય બાબતોમાં સાવચેતી જરૂરી રહેશે. કોઈ મોંઘી વસ્તુ ખરીદવાનું મન થઈ શકે છે, પરંતુ બજેટ તપાસ્યા પછી નિર્ણય લેવો. કાર્યક્ષેત્રે તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. નોકરી: કામની પ્રશંસા મળી…

Asian Games 2026 Elavenil Valarivan Gold-Silver Glory: એશિયન ગેમ્સ 2026માં ગુજરાતનો ડંકો.. Pioneering..

Asian Games 2026માં ગૂંજ્યું ગુજરાતનું નામ, ઇલાવેનિલ વાલારીવને જીત્યા બે સિલ્વર મેડલ Asian Games 2026માં ગુજરાતનું નામ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રમતગમતના મંચ પર ગુંજી ઉઠ્યું છે. ગુજરાતની પ્રતિભાશાળી રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારીવને શાનદાર પ્રદર્શન કરીને બે સિલ્વર મેડલ જીત્યા છે. જાપાનમાં યોજાયેલી Asian Gamesમાં ઇલાવેનિલે મહિલાઓની 10 મીટર એર રાઇફલની વ્યક્તિગત અને ટીમ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઇલાવેનિલની આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ઇલાવેનિલ વાલારીવનને ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. 1.33 કરોડનો ચેક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન માત્ર એક ખેલાડીની સિદ્ધિની કદર નથી, પરંતુ રાજ્યના યુવા ખેલાડીઓને રમતગમત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *