સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 57% મતદાન: ગરમી વચ્ચે અંતિમ કલાકોમાં મતદારોનો ઉમટ્યો ઉત્સાહ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સેમિફાઈનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે (26 એપ્રિલ) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. રાજ્યભરમાં મતદારોનો મધ્યમ પ્રતિસાદ જોવા મળ્યો છે અને સરેરાશ 57.08 ટકા જેટલું મતદાન નોંધાયું છે. સવારના કલાકોમાં મતદાનની ગતિ ધીમી રહી હતી, પરંતુ દિવસ દરમિયાન વધતી ગરમીને કારણે બપોરે 12થી 4 વાગ્યા વચ્ચે મતદાન મથકો પર હાજરી ઓછી જોવા મળી. જોકે, સાંજના અંતિમ કલાકોમાં મતદારોનો ઉત્સાહ નોંધપાત્ર રીતે વધ્યો હતો.

શહેરો કરતા ગામડાઓમાં વધુ મતદાન
ચૂંટણીના આંકડાઓ અનુસાર,
– 15 મહાનગરપાલિકાઓમાં આશરે 49% મતદાન નોંધાયું
– 84 નગરપાલિકાઓમાં 59% મતદાન થયું
– 34 જિલ્લા પંચાયતોમાં 61% મતદાન નોંધાયું
– 260 તાલુકા પંચાયતોમાં પણ અંદાજે 61% જેટલું મતદાન નોંધાયું
આથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો વધુ સક્રિય રહ્યા હતા.

કડક સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન
ચૂંટણી દરમિયાન સમગ્ર રાજ્યમાં પોલીસ અને સુરક્ષા દળોની કડક હાજરી વચ્ચે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદાન મથકો પર ઈવીએમ મશીનોને નિયમ મુજબ સીલ કરવામાં આવી હતી. પ્રિસાઇડિંગ ઓફિસર અને સ્ટાફ દ્વારા જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મશીનોને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમ અને કલેકશન સેન્ટરોમાં પહોંચાડવામાં આવ્યા.

25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ
આ ચૂંટણીમાં રાજ્યભરમાં અંદાજે 10 હજાર બેઠકો માટે 25 હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. હવે તમામ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. હવે સૌની નજર 28 એપ્રિલ પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર થશે. સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર જનતાએ કોને પસંદ કર્યું છે તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

  • Related Posts

    ચીનના વૈજ્ઞાનિકોનું AI મોડેલ ડિપ્રેશનનું જોખમ અગાઉથી ઓળખી શકે? મગજની પ્રતિક્રિયાથી આગાહીનો પ્રયાસ

    ચીનમાં માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ચીનના સંશોધકો પણ AI અને મગજના ડેટાની મદદથી ડિપ્રેશનના જોખમને વહેલી તકે ઓળખવાના પ્રયાસો કરી રહ્યા છે. આવા સંશોધનોનો મુખ્ય હેતુ ડિપ્રેશનના ગંભીર લક્ષણો દેખાય તે પહેલાં જોખમમાં રહેલા લોકોની ઓળખ કરવી અને સમયસર માનસિક આરોગ્ય સહાય ઉપલબ્ધ કરાવવાનો છે. ચીનમાં શેનઝેન યુનિવર્સિટી સાથે સંકળાયેલા સંશોધનમાં માનસિક સ્વાસ્થ્ય અને ડિપ્રેશનના જોખમને સમજવા માટે મગજની પ્રવૃત્તિ, ભાવનાત્મક માહિતીની પ્રક્રિયા અને લાંબા ગાળાના માનસિક સ્વાસ્થ્યના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. શેનઝેન યુનિવર્સિટીની સંશોધન ટીમો અગાઉથી પણ ચહેરાના હાવભાવ, ભાવનાઓ અને ડિપ્રેશન સાથે સંબંધિત AI આધારિત ટેક્નોલોજી પર કામ કરી રહી છે. ચીનમાં ડિપ્રેશનની આગાહી માટે AIનો ઉપયોગ ડિપ્રેશન એક જ કારણથી થતી સ્થિતિ નથી. તેમાં વ્યક્તિના મગજની…

    સોશિયલ મીડિયા પર ‘દિમાગી નક્સલ જનતા પાર્ટી’ની એન્ટ્રી, PM મોદીના નિવેદન બાદ ચર્ચા જાગી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કરવામાં આવેલા ‘દિમાગી નક્સલ’ શબ્દપ્રયોગને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘દિમાગી નક્સલ જનતા પાર્ટી’ નામનું એક નવું એકાઉન્ટ સામે આવ્યું છે. એકાઉન્ટનું હેન્ડલ @DNJP_India હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, આ એકાઉન્ટને સત્તાવાર રાજકીય પક્ષ તરીકે માન્યતા મળી છે કે કેમ તે અંગે હાલ કોઈ પુષ્ટિ સામે આવી નથી. તેથી તેને હાલ સોશિયલ મીડિયા આધારિત પહેલ અથવા વ્યંગાત્મક રાજકીય એકાઉન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ‘દિમાગી નક્સલ’ શબ્દનો ઉપયોગ કરતાં દેશના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી. ત્યારબાદ વિપક્ષી નેતાઓએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે પણ આ શબ્દપ્રયોગને…