ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાંથી વિદેશ જવાના સપના સાથે નીકળેલા ચાર ગુજરાતીઓ ઈરાનમાં અપહરણનો ભોગ બન્યા છે. અપહરણકર્તાઓએ પરિવારજનોને વીડિયો કોલ કરીને રૂ. 2 કરોડની ખંડણી માંગ કરી છે.
માહિતી મુજબ, માણસાના બાપુપુરા અને બદપુરા ગામના અજયકુમાર ચૌધરી, અનિલકુમાર ચૌધરી, નિખિલકુમાર ચૌધરી અને પ્રિયાબેન ચૌધરી 19 ઓક્ટોબરના રોજ ઑસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા. સૌપ્રથમ તેમને અમદાવાદથી દિલ્હી લઈ જવામાં આવ્યા અને ત્યાંથી અમિરેટ્સ એરલાઈન દ્વારા બેંગકોક થઈને ઈરાનના તહેરાન પહોંચાડવામાં આવ્યા.
તહેરાન પહોંચ્યા બાદ ચારેય લોકોને અજાણ્યા લોકો દ્વારા બંદી બનાવવામાં આવ્યા છે. અપહરણકર્તા, જે પોતાને “બાબા” તરીકે ઓળખાવે છે, તેણે પરિવારજનોને વીડિયો કોલ કરીને ખંડણીની માંગ કરી છે. પરિવારજનોને મોકલેલા વીડિયોમાં ચારેય જણને નગ્ન કરીને જમીન પર ઊંધા સૂવડાવવામાં આવ્યા છે, હાથ પાછળ બાંધેલા છે અને ચહેરા પર મારના નિશાન દેખાય છે. મહિલા સહિત સૌની હાલત દયનીય જણાઈ રહી છે.
પરિવારજનોએ ગુજરાત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે તાત્કાલિક મદદની અપીલ કરી છે જેથી અપહ્યત સૌને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






