બાંગ્લાદેશની 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. આ વખતે શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર પ્રતિબંધ લાગવાના કારણે તે ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં.
ચૂંટણીના દિવસે જ જનમત સંગ્રહ (referendum) પણ હાથ ધરવામાં આવશે. મતદાન સવારે 7:30 કલાકથી સાંજના 4:30 કલાક સુધી ચાલશે. આ વખતે મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે, કારણ કે એ જ દિવસે જનમત સંગ્રહ પણ થવાનો છે.
ચૂંટણી શેડ્યૂલ
29 ડિસેમ્બર 2025: ઉમેદવારી પત્રો દાખલ કરવાની છેલ્લી તારીખ
30 ડિસેમ્બર – 4 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રોની તપાસ
4 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રોની નિયુક્તિ
18 જાન્યુઆરી 2026: અપીલ પ્રક્રિયા
20 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ
21 જાન્યુઆરી 2026: ચૂંટણી પંચ ચિહ્ન ફાળવે
12 ફેબ્રુઆરી 2026: મતદાન અને જનમત સંગ્રહ
મુખ્ય સ્પર્ધા
આ ચૂંટણીમાં 56 પાર્ટીઓ ભાગ લઈ રહી છે, જેમાં મુખ્ય મુકાબલો BNP (Bangladesh Nationalist Party) અને NCP (National Citizens Party) વચ્ચે હોવાનું અનુમાન છે. ચૂંટણીના મતપત્ર સફેદ રહેશે જ્યારે જનમત સંગ્રહ માટેનો મતપત્ર ગુલાબી રહેશે.
12 ફેબ્રુઆરીના મતદાનમાં લગભગ 13 લાખ મતદાતાઓ પોતાનું મતદાન કરશે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ ચૂંટણીમાં પ્રથમવાર સામાન્ય ચૂંટણી અને જનમત સંગ્રહ એક જ દિવસે યોજાયા છે, જેના કારણે મતદાનનો સમય વધારાયો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






