ચા-કોફીથી લઈને ફાર્મા આઇટમ્સ સુધી 0% ટેરિફ, ભારત-અમેરિકા અંતરિમ ટ્રેડ ડિલની મોટી જાહેરાત

ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ ટ્રેડ ડિલના ફ્રેમવર્ક જાહેર થયા બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની વિગતો જાહેર કરી. તેમણે જણાવ્યું કે અમેરિકા દ્વારા ભારતની અનેક નિકાસ વસ્તુઓ પર 0 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે ભારતે અમેરિકાને કૃષિ અને ડેરી ઉત્પાદનો પર કોઈપણ પ્રકારની છૂટ આપેલી નથી.

પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે આ કરાર ભારતીય ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખે છે. સાથે જ આ ફ્રેમવર્ક ભારત માટે વિશ્વના સૌથી મોટા બજારમાં વધુ તકો ખોલશે.

આ વસ્તુઓ પર લાગશે 0% ટેરિફ
અમેરિકા દ્વારા ભારતની જે વસ્તુઓ પર શૂન્ય ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે તેમાં જેમ્સ અને ડાયમંડ્સ, ફાર્મા અને ફાર્માસ્યુટિકલ્સ, સ્માર્ટફોન, મસાલા, ચા, કોફી, નારિયેળ, નારિયેળ તેલ, વનસ્પતિ તેલ, કાજુ, કેળા, કેરી, ખાંડ, પાઈનેપલ, મશરૂમ્સ, અનેક ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિમાનના પાર્ટ્સ, મશીનરીના પાર્ટ્સ, કોઇન્સ પ્લેટિનમ, એસેન્શિયલ ઓઇલ, એલ્યુમિનિયમ પાર્ટ્સ, ઝીંક ઓક્સાઇડ, મિનરલ્સ, કુદરતી ઉત્પાદનો, કુદરતી રબર અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોને પણ 0 ટકા ટેરિફનો લાભ મળશે.

કૃષિ અને ડેરી પર કોઈ છૂટ નહીં
વાણિજ્ય મંત્રીએ જણાવ્યું કે ભારતે અમેરિકાને ડેરી કે કૃષિ ક્ષેત્રમાં કોઈ છૂટ આપી નથી. માંસ, પોલ્ટ્રી, ડેરી ઉત્પાદનો, સોયાબીન, મકાઈ, ચોખા, ઘઉં, ખાંડ, જુવાર, બાજરી, રાગી, ફળો, ગ્રીન ટી, કોકો, ચણા, એનિમલ સીડ્સ, બિન-આલ્કોહોલિક પીણાં, ઇથેનોલ અને તમાકુ જેવી વસ્તુઓ પર કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી.

30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલ્યું
પીયૂષ ગોયલે કહ્યું કે આ ટ્રેડ ફ્રેમવર્કથી ભારત માટે લગભગ 30 ટ્રિલિયન ડોલરનું અમેરિકન બજાર ઓછા ટેરિફ સાથે ખુલ્લું થયું છે. અમેરિકાએ ભારત માટે ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે, જે ચીન (35%), વિયેતનામ (20%) અને ઇન્ડોનેશિયા (19%) કરતાં ઓછો છે.

2047ના વિકસિત ભારત તરફ મોટું પગલું
ગોયલે જણાવ્યું કે ફેબ્રુઆરી 2025માં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વાટાઘાટો શરૂ થઈ હતી, જેના લક્ષ્ય તરીકે બંને દેશો વચ્ચે વાર્ષિક 500 બિલિયન ડોલરના વેપારને હાંસલ કરવાનો ઉદ્દેશ હતો.

તેમણે કહ્યું કે આજનો દિવસ ભારતની 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાની યાત્રામાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. સમગ્ર દેશમાં આ ટ્રેડ ડિલને લઈને ઉત્સાહ છે અને આવનારા દિવસોમાં ભારતીય નિકાસકારો માટે નવી તકો ખુલશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી, એક જ દિવસે ચાંદીમાં ₹17,000નો ઉછાળો

મજબૂત વૈશ્વિક વલણો અને નબળા ડોલરની અસર હેઠળ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં છ ટકાથી વધુ…

પુસ્તક વિવાદ બાદ જનરલ મુકુંદ નરવણે પહેલીવાર આપી સ્પષ્ટતા, માત્ર 7 શબ્દોમાં

પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા *‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’*ને લઇને છેલ્લા કેટલાક દિવસથી રાજકીય અને જાહેર ચર્ચા ગરમ છે. આ વિવાદ વચ્ચે જનરલ નરવણે પોતે પહેલીવાર સામે…