સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, વેપારીઓને થયું કરોડો રૂપિયાનું નુકસાન

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. ટેક્સટાઈલમાં આગ લાગતા ફાયરની ટીમો દોડતી થઈ હતી. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.અને માર્કેટની અનેક દુકાનો આગની ચપેટમાં આવી હતી.

-> આગ લાગતા અફરાતફરીનો માહોલ :- ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શિવશક્તિ ટેકસટાઇલ માર્કેટ ગીચ વિસ્તારમાં આવેલ હોવાથી ત્યાં ચાલવું પણ મુશ્કેલ હોય છે ત્યારે આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટરો માટે માથાનો દુખાવો બન્યો છે. કારણે કોઈપણ વ્યક્તિએ આ વિસ્તારમાંથી પસાર થવું હોય તો બહુ સમય લાગે છે ત્યારે ગીચ વિસ્તારમાં ફાયરબ્રિગેડની ગાડીઓ અંદર કેવી રીતે લઈ જવી તે પણ મોટો પ્રશ્ન રહે છે. માર્કેટના આ રસ્તાથી થઈ સુરત રેલવે સ્ટેશન જવાય છે એટલે સ્વાભાવિક રીતે ત્યાં ટ્રાફિક વધુ રહે. અને એટલે જ આગ લાગવાની ઘટના સામે આવ્યા બાદ ફાયરબ્રિગેડની ટીમ સાથે પોલીસ પણ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ હતી.

-> આગમાં કરોડો રૂપિયાનું નુકસાન :- શહેરમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગઇકાલે પણ આગનો બનાવ બન્યો હતો. આગ લાગવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ આજે બીજા દિવસે પણ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ વિકરાળ બનતા ચોથા માળ સુધી પ્રસરી જતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પંહોચ્યો હતો. માર્કેટમાં અનેક દુકાનો આગને લપેટમાં આવતાં 10થી વધુ ફાયરના વાહનો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયા હતા. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલ આગમાં કરોડો રુપિયાનું નુકસાન થયુ હોવાનો અંદાજ છે.

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *