સાવધાન: સુરતમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ, સગીર સામે દુષ્કર્મનો ગુનો દાખલ

સુરતમાં વધુ એક વાલીઓની આંખો ખોલતો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં સુરત ખાતે મોબાઇલ ઉપયોગની બેદરકારી સામે આવી હતી. જેમાં ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલ સગીર અને સગીરાએ શારીરિક સંબંધો બાંધતા સગીરા ગર્ભવતી બની હતી.

મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરામાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઇન્સ્ટાગ્રામ પર તરૂણ અને તરૂણીને પ્રેમ થયો હતો. આ ઘટનામાં 16 વર્ષની સગીરા અને 17 વર્ષનો કિશોર પ્રેમમાં પડ્યા હતા. પ્રેમ એટલી હદે થયો કે સગીરા અને કિશોરે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ શારીરિક સંબંધના કારણે તરૂણી ગર્ભવતી બની હતી.

આ ઘટનાની જાણ થતા અને પરિવારજનોને શંકા જતા સગીરાનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારે ડોક્ટર રિપોર્ટમાં સમગ્ર ખુલાસો થયો હતો. જેમાં સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ ઘટનાને લઇ સગીરાના પરિવારજનો દ્વારા પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધી કિશોરની અટકાયત કરી હતી.

Related Posts

B INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ એક તપસ્યા છે

Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ચાંદીમાં ₹15000નો ધડાકો, સોનામાં ₹8000ની ગિરાવટ ,શું છે કારણ?

વૈશ્વિક બજારમાં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ઈરાન સાથે વધતા યુદ્ધના તણાવ વચ્ચે સોનું અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો નોંધાયો છે. 23 માર્ચ 2026 ના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *