વર્ષ 2025ના પ્રથમ છ મહિના માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. આ રેન્કિંગ પ્રતિષ્ઠિત સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ઇન્ડેક્સ પાસપોર્ટનું રેન્કિંગ તે આધાર પર તૈયાર કરે છે કે તે પાસપોર્ટ ધારક કેટલા દેશોની મુલાકાત કોઈપણ વિઝા વિના લઈ શકે છે.હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. સિંગાપોરનો પાસપોર્ટ ધરાવતા લોકો વિશ્વના 195 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે.સિંગાપોર પછી જાપાનનો પાસપોર્ટ બીજા ક્રમનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. જાપાની પાસપોર્ટ તેના નાગરિકોને 193 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરવાની મંજૂરી આપે છે.
જાપાન પછી, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને ફિનલેન્ડ સંયુક્ત રીતે આ રેન્કીંગમાં ત્રીજા સ્થાને છે. આ દેશોના પાસપોર્ટ 192 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે.ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ, ડેનમાર્ક, લક્ઝમબર્ગ, નોર્વે, સ્વીડન અને નેધરલેન્ડ્સ પાસે વિશ્વનો ચોથો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ દેશોના પાાસપોર્ટ ૧૯૧ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી આપી શકે છે. જ્યારે ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લૅન્ડ, બ્રિટન અને બેલ્જિયમ પાસે વિશ્વનો પાંચમો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે જેમાં 190 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી છે.
-> સૌથી નબળા પાસપોર્ટ ધરાવતા દેશોમાં પાકિસ્તાનનો સમાવેશ થાય છે :- વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાં ભારતના પાડોશી દેશ પાકિસ્તાનનું સ્થાન ખૂબ જ દયનીય છે. પાકિસ્તાનના પાસપોર્ટને ફરી એકવાર સૌથી નબળા પાસપોર્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. ૩૩ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી સાથે પાકિસ્તાન ૧૦૩મા સ્થાને છે. આફ્રિકન દેશો સોમાલિયા, પેલેસ્ટાઇન, નેપાળ અને બાંગ્લાદેશ પણ પાકિસ્તાન કરતા ઉપરના ક્રમે છે. સોમાલિયાનો પાસપોર્ટ ૧૦૨મા ક્રમે છે.
-> ભારતનો પાસપોર્ટ પાકિસ્તાન કરતા ઘણો આગળ છે :- ભારતના પાસપોર્ટનું રેન્કિંગ પાકિસ્તાનના પાસપોર્ટ રેન્કિંગ કરતા ઘણું સારુ છે. વિશ્વભરના દેશોમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટના રેન્કિંગમાં ભારત 85મા ક્રમે છે. ભારતીય પાસપોર્ટથી વિશ્વના 57 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી શક્ય છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં ભારત 5 ક્રમ નીચે ગયું છે.






