વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતના ભાગરૂપે 1 થી 5 મે 2026 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ સુરતમાં યોજાશે

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતના ભાગરૂપે 1 થી 5 મે 2026 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ સુરતમાં યોજાશે
*
VGRE 2026 સમગ્ર દક્ષિણ ગુજરાતમાં MSME, ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે તૈયાર છે
*
ગાંધીનગર, 27 એપ્રિલ 2026: ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સની ત્રીજી આવૃત્તિ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતની જાહેરાત કરી છે, જે ગુજરાત સ્થાપના દિવસ 1 અને 2 મે 2026 દરમિયાન સુરતમાં ઑરો યુનિવર્સીટી ખાતે યોજાશે. આ પરિષદ સાથે, વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) 1 થી 5 મે 2026 દરમિયાન તે જ સ્થળે યોજાશે, જે સમગ્ર પ્રદેશના ઉદ્યોગો, MSME, સ્ટાર્ટઅપ સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉન્નત પ્લેટફોર્મ પ્રદાન કરશે. 12,000 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત થનારું આ પ્રદર્શન સવારે 10:00 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

ત્રીજી VGRC કોન્ફરન્સ ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જવેલરી, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટુરિઝમ સહિતના મુખ્ય વિકાસ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે તથા આ ઉચ્ચ-વિકાસ ક્ષેત્રોની અગ્રણી કંપનીઓ અને સંસ્થાઓ પણ ભાગ લેશે. વ્યૂહાત્મક ભાગીદારી, નીતિ સહાય અને રોકાણકારોની ભાગીદારી દ્વારા, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાતના દક્ષિણ ક્ષેત્રોમાં સમાવિષ્ટ વિકાસ અને સસ્ટેનેબિલીટી સુનિશ્ચિત કરી ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે.

અગાઉ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) જે રાજકોટ ખાતે આયોજિત થયું હતું એની વાત કરીએ એ તો, 11 જાન્યુઆરી, 2026ના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE)નું ઉદ્ઘાટન થયું હતું. આ દરમિયાન પ્રદર્શનમાં 450 થી વધુ પ્રદર્શકો, જેમાં 160 થી વધુ MSME, 60 જેટલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ, 62 જેટલા હસ્તકલા અને હસ્તશિલ્પ સાથે સંકળાયેલા ઉન્નત કારીગરો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોના 70 સ્ટોલ હતા.

આ અગાઉ, ઉત્તર ગુજરાતના પ્રદેશ માટે મહેસાણામાં યોજાયેલા પ્રથમ રિજનલ એક્ઝિબિશનમાં 18,000 ચોરસ મીટર વિસ્તારમાં 410થી વધુ પ્રદર્શકો (170+ MSME સહિત), છ થીમેટિક પેવેલિયન અને 80,000થી વધુ મુલાકાતીઓને આવકાર્યા હતા.

આ VGRE 2026 દરમિયાન રિવર્સ બાયર-સેલર મીટ, ઉદ્યમી મેળા અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવા ખાસ કાર્યક્રમો યોજાશે, જે MSMEs, હસ્તકલા અને કુટિર ઉદ્યોગોને નવા બજારો સાથે જોડવામાં સહાયરૂપ બનશે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન MSME, હસ્તકલા અને કુટીર ઉદ્યોગોને પણ સેવા આપશે. આનાથી હિસ્સેદારોને નવા બજારો સાથે જોડવામાં મદદ મળશે. મુલાકાતીઓ https://vibrantgujarat.com/registration લિંક પર નોંધણી કરાવી શકે છે.

ગુજરાત સ્થાપના દિવસના અવસરે ઉજવાતી ગૌરવશાળી પરંપરાને વધુ અર્થપૂર્ણ બનાવતાં, આ વર્ષે સુરતમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) રાજ્યના વિકાસયાત્રાને નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. 1 મેના આ ઐતિહાસિક દિવસે યોજાનાર આ કાર્યક્રમ ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક પ્રગતિના દ્રષ્ટિકોણને મજબૂત બનાવશે, સાથે જ “વિક્સિત ભારત@2047”ના વિઝન સાથે સુસંગત રહી પ્રાદેશિક વિકાસ, રોકાણ અને વૈશ્વિક જોડાણોને પ્રોત્સાહિત કરશે. VGRC દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે અને ગુજરાતની વિકાસગાથાને વધુ ગતિ મળશે.

  • Related Posts

    Varanasi To Vadnagar Seva Yatra 2026: કાશી અને વડનગરનું ભાવનાત્મક મિલન.. Dynamic..

    વારાણસીથી Vadnagar સુધીની ‘સેવા યાત્રા’: 500 બાઈકર્સ અને સ્થાનિક પરિવારો સાથે વડાપ્રધાનના પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળ્યું કાશી અને Vadnagarના ભાવનાત્મક મિલનનું સાક્ષી બન્યું મહેસાણા; ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વારાણસીથી આવેલા બાઈકર્સનું સ્થાનિક પરિવારો દ્વારા આત્મીય સ્વાગત Vadnagar, 7 ઓક્ટોબર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં દેશભરમાં યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Vadnagarમાં આજે અનોખો અને ભાવનાત્મક સંગમ જોવા મળ્યો હતો. વારાણસીથી પ્રસ્થાન કરીને વડનગર પહોંચેલી ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’માં જોડાયેલા આશરે 500 બાઈક સવારોએ વડનગરના સ્થાનિક પરિવારો સાથે મળીને વડાપ્રધાનના ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વારાણસી અને વડનગર વચ્ચેનો આ સંબંધ માત્ર બે શહેરોને જોડતી યાત્રા પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ આ પ્રસંગે બંને સ્થળોની સાંસ્કૃતિક અને ભાવનાત્મક કડીને ઉજાગર કરવાનો…

    Controversial Gujarat Rent Bill Paused 2026: વકીલોના વિરોધ બાદ ગુજરાત સરકારનું મોટું પગલું..

    Gujarat રેન્ટ બિલ પર સરકારનો મોટો નિર્ણય, વકીલોના વિરોધ બાદ પ્રસ્તાવ હાલ પૂરતો રોકાયો ગાંધીનગર: Gujaratમાં પ્રસ્તાવિત રેન્ટ બિલને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વકીલોના વિરોધ અને વિવિધ સ્તરે ઉઠેલા સવાલોને ધ્યાનમાં રાખીને સરકારે પ્રસ્તાવિત રેન્ટ બિલને હાલ પૂરતું રોકી રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે જ બિલની જોગવાઈઓ અંગે વધુ ચર્ચા અને સમીક્ષા કરવાની તૈયારી પણ સરકાર તરફથી દર્શાવવામાં આવી છે. રેન્ટ બિલને લઈને વકીલોમાં ખાસ કરીને કેટલીક જોગવાઈઓ અંગે અસંતોષ જોવા મળ્યો હતો. Gujarat વકીલોનું માનવું હતું કે ભાડુઆત, મકાનમાલિક અને કાનૂની પ્રક્રિયા સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓને વધુ સ્પષ્ટ રીતે સમજવાની અને ચર્ચા કરવાની જરૂર છે. આ મુદ્દાઓને લઈને વિરોધનો સૂર ઉઠ્યો હતો અને સરકાર સમક્ષ…