વડોદરામાં સોશિયલ મીડિયાનો ઉપયોગથી પરિણીતાને ધમકી, પરિવારજનોમાં રોષનો માહોલ

વડોદરા શહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીના કારસ્તાનથી પરિણીતા અને તેના પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણીત મહિલાના પ્રેમમાં પાગલ યુવાન તેજસ પટણીએ મહિલાના ઘરે જઈ તેને ધમકાવી. પાગલ યુવાને મહિલાને ધમકાવતા કહ્યું કે, મારી જોડે સંબંધ નહીં રાખે તો મજા નહીં આવે. યુવાને પાગલપનની હદ વટાવતા સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીત મહિલાના ઘરનું સરનામું મેળવ્યું અને મહિલાના ઘરે પંહોચી ગયો. તેજસ પટણી નામનો યુવક પરિણીત મહિલાના ઘરે પંહોચતા તેના પતિએ યુવાનની ધોલાઈ કરી હતી.

-> પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી :- વારંવાર હેરાનગતિ કરતાં એક મહિના અગાઉ જ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ભવિષ્યમાં આ યુવક દ્વારા પરિણીત મહિલા પર હુમલો કરે તેવી પણ આશંકા છે. પરંતુ પોલીસે આ મામલાને વધુ ગંભીરતાથી ના લેતા તેજસ પટણી નામના યુવક સામે કોઈ કાર્યવાહી ના કરાતા પરિણીત મહિલા અને તેના પરિવાર રોષે ભરાયેલા છે.

અગાઉ પણ અમદાવાદની એક પરિણીત મહિલાને સોશિયલ મીડિયાનો ઉપયોગ ભારે પડ્યો હતો અને હવે સુરત શહેરની એક પરિણીત મહિલા એક તરફી પ્રેમમાં પાગલ યુવાનની હરકતોથી મુશ્કેલીનો સામનો કરી રહી છે. પોલીસ આવા કિસ્સાઓ પર કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં છેલબટાઉ યુવાનો દ્વારા સોશિયલ મીડિયા માધ્યમ થકી મહિલાઓને હેરાન કરવાના કિસ્સા વધશે.

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *