રેલવે 50 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને લેવાયો નિર્ણય

દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે વિભાગે હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા વધારાની 50 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં ઉધના સ્ટેશનથી 96 ટ્રિપની નોટિફિકેશન ઓલરેડી થઈ ચૂકી છે સાથો સાથ મુસાફરોની માંગને ધ્યાને રાખી સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર વધારાનો સ્ટાફ મૂકાયો છે.

આ પણ વાંચો :- હોલિકા દહનની રાત્રે, કાળા તલ અને સરસવ સાથે આ ચમત્કારિક યુક્તિ કરો! ઘરમાં પૈસાનો ઢગલો હશે

સૌથી વધારે મુંબઈ સેન્ટરથી હોલીડે સ્પેશીયલ ટ્રેન દોડાવવામાં આવશે. મુસાફરોની ડિમાન્ડને જોઈ વધારાની ટ્રેનો દોડાવવાની પશ્ચિમ રેલવે જાહેરાત કરી છે. જ્યારે ઉધના સ્ટેશનથી 96 ટ્રિપની નોટિફિકેશન ઓલરેડી થઈ ચૂકી છે.

9 માર્ચથી 13 માર્ચ દરમિયાન એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે. ડાકોર, દાહોદ, ગોધરા સહિતના મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન અને વકીલ સાહેબ બ્રીજથી વધારાની બસ દોડાવાશે તેમજ ઓઢવ રીંગરોડથી પણ દોડાવવામાં વધારાની બસ આવશે.

આ પણ વાંચો :- હોલિકા દહનની રાત્રે, કાળા તલ અને સરસવ સાથે આ ચમત્કારિક યુક્તિ કરો! ઘરમાં પૈસાનો ઢગલો હશે

હોળીના તહેવારને ધ્યાને લઈ ST વિભાગે 820 જેટલી બસોનું સંચાલન કરવાનું આયોજન કર્યુ છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન છે. જ્યારે 1200 બસો પૈકી ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4000 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કર્યું છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *