રાજયમાં હવામાન વિભાગની આગાહી, આજથી અંગ દઝાડતી ગરમીની થશે શરૂઆત

રાજ્યમાં આજથી ઉનાળાની શરૂઆત થશે. અને મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. સાથે સાથે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. અને ગરમી બપોરના સમયે વધુ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તો અનેક વિસ્તારમાં મહતમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે.

આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે, બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે.આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.

-> કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 36.6 ડિગ્રી, ગાંધીનગરમાં 36.2 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી,ડીસામાં 34.4 ડિગ્રી, વડોદરામાં 35.2 ડિગ્રી,સુરતમાં 36.0 ડિગ્રી, દમણમાં 32.4 ડિગ્રી,ભુજમાં 33.7 ડિગ્રી, અમરેલીમાં 36.0 ડિગ્રી,ભાવનગરમાં 33.9 ડિગ્રી, રાજકોટમાં 36.7 ડિગ્રી,કેશોદમાં 35.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Follow us On Social Media

🔔 YouTube : [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram : [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website : [ https://bindia.co/ ]
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *