રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો, પ્રેમીએ પ્રેમિકાને માર્યા છરીના ઘા

રાજકોટ શહેરમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઈ નક્કી થઈ જતા પ્રેમી દ્વારા યુવતીને ચારથી વધુ છરીના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોતાની પ્રેમિકાને છરીના ઘા ઝીંક્યા બાદ પ્રેમી દ્વારા પોતાને પણ છરીના ઘા ઝીંકી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ત્યારે હાલ સારવાર અર્થે બંનેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સંજય મકવાણા નામના વ્યક્તિ દ્વારા પોતાની પ્રેમિકા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

છાતીના વચ્ચેના ભાગે બે ઘા, ડાબા પગના સાથળના ભાગે, પેટના ભાગે તેમજ જમણા હાથમાં કોણીથી નીચેના ભાગે આડેધડ છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવવાની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ ત્યારબાદ સંજય મકવાણા દ્વારા પોતાને પણ છરીના ઘા ઝીંકી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવતીની મોટી બહેન દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સંજય મકવાણા વિરુદ્ધ કલમ 109 (1), 118(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે.

પોલીસને આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, “સંજય મકવાણા અને મારી નાની બહેન વચ્ચે છેલ્લા પાંચ-છ વર્ષથી પ્રેમ સંબંધ છે. મારી બહેન સંજય સાથે લગ્ન કરશે તેવું સંજયને કહ્યું હતું. પરંતુ તાજેતરમાં જ મારી બહેનની સગાઈ માંગરોળ ખાતે નક્કી થઈ હતી. જે બાબતની જાણ સંજયને થઈ જતા તે બાબતનો ખાર રાખીને સંજય દ્વારા મારી બહેનનું મોત નીપજાવવાની કોશિશ કરવામાં આવી છે.” પોલીસે હાલ તો પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *