યાત્રાધામ પાવાગઢમાં રોપ-વે સેવા રહેશે બંધ, જાણો કેટલા દિવસ માટે સેવા સ્થગિત કરાઈ

B INDIA પાવાગઢ : યાત્રાધામ પાવાગઢ જવા ઇચ્છતા ભક્તો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 13 દિવસ એટલે કે, 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પગપાળા ચઢીને જવું પડશે. મેઈન્ટેનેન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ વે નિયમ અનુસાર વાર્ષિક મેઈન્ટેનેન્સની કામગીરી કરવામાં આવે છે. રોપ-વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા એન્યુઅલ મેઈન્ટેનેન્સ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે આગામી 13 દિવસ માટે રોપ વે બંધ રહેશે. યાત્રિકોએ પગપાળા માતાજીના દર્શને જવું પડશે.મહત્ત્વનું છે કે, યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અવર જવર અને માતાજીના દર્શન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

રાજ્યના ખુણેખુણેથી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ત્યારે મેઈન્ટેનેન્સની કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. મેઈન્ટેનેન્સની કામગીરી પૂર્ણ થયા બાદ પાવાગઢ આવતાં ભક્તો માટે રોપ-વે રાબેતા મુજબ શરૂ થશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે. હાલમાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

Related Posts

Devbhumi Dwarka Water Crisis Bhimgaja Lake Alert 2026: જો ૧૫ દિવસમાં નર્મદાનું પાણી નહીં પહોંચે તો શું થશે?

Dwarka તાલુકામાં પાણીનું સંકટ ઘેરાયું! ભીમગજા તળાવમાં માત્ર પખવાડિયા ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાની ચિંતા દિવાળીના તહેવારો અને મીની વેકેશન વચ્ચે પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ; Dwarka, ઓખા સહિત 42 ગામડાંઓની પ્રજાની ચિંતા વધી, લાખો યાત્રિકોની પાણીની વ્યવસ્થા સામે પણ સવાલ -> યાત્રાધામ Dwarkaમાં પાણીની સમસ્યા ગંભીર બની :- ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક યાત્રાધામ Dwarkaમાં પીવાના પાણીની સમસ્યા ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ દિવાળીના તહેવારો અને મીની વેકેશન નજીક આવતાં દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવવાની શક્યતા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ખૂબ જ મર્યાદિત રહ્યો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ખાસ કરીને દ્વારકા અને ઓખા નગરપાલિકા સહિત આસપાસનાં આશરે 42 ગામડાંઓને પાણી પૂરું પાડવામાં…

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *