મોરબીમાં ઉદ્યોગિક વિસ્તારમાં વિકાસનાં કામો માટે ઉદ્યોગમંત્રીએ ૧૨૦૦ કરોડ મંજૂર કર્યા

–> ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆત: ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને આપી લીલીઝંડી:–

 

મોરબીના ઉદ્યોગકારોની માળખાકીય સુવિધા માટે રોડ બનાવવા વધુ ₹ 1200 કરોડ મંજુર  - India Exact

 

B INDIA મોરબી : મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં રોડના કામ માટે રૂ. 1200 કરોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆતને પગલે ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને લીલીઝંડી આપી છે.

 

આ અંગે જાહેર કરાયેલી વિગતો અનુસાર મોરબીના ચોતરફ કાર્યરત વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂ. 375.00 કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો ચાલુ છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગમંત્રી સમક્ષ રજુઆત કરતા ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુતે વધુ રૂ. 1200 કરોડ મંજૂર કર્યા છે.આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી પોતપોતાના ઉદ્યોગ સુધી પહોંચી શકાશે અને મોટા વાહનો ટ્રક ટ્રેલર પણ આસાનીથી પરિવહન કરી શકશે. રોડ રસ્તાઓ કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ છે. ડબલ એન્જીન સરકારના માધ્યમથી નેશનલ હાઈવેઝ, નેશનલ એક્સપ્રેસ વેયઝ, ફલાય ઓવર, ઓવર બ્રિજીસ, અને એઈટ લેન, સિક્સ લેન, ફોર લેન ખૂબ મોટી માત્રામાં બની રહ્યા છે. એ જ શ્રેણીમાં મોરબીના ઉદ્યોગોને આ સુવિધા મળતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રવૃત્તિ ગઈ છે. તેમ યાદીમાં જણાવાયું છે.

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *