મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધાનેરાના ધારાસભ્યએ લખ્યો પત્ર, કહ્યું-મહાકુંભમાં એક ગુજરાતી થયો ગુમ

મહાકુંભ મેળામાં ધાનેરાના 50 વર્ષિય બાળકાભાઈ રબારી લાપતા થયા છે. ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય માવજી દેસાઈ કહ્યું છે કે, બાળકાભાઈ રબારી લાપતા થયા છે તેની જાણ ઉત્તરપ્રદેશ તંત્રને ફોટા સાથે કરવા છતાં ભાળ ન મળતા પરિવાર ચિંતિત જોવા બન્યો છે.ઉલ્લેખનિય છે કે, મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

જ્યારે 60 લોકો ઘાયલ થયાના સમાચાર છે. જો કે, ધાનેરાના 50 વર્ષિય બાળકાભાઈ રબારી 29મી જાન્યુઆરીના રોજ પરિવારથી વિખુટા પડ્યા હતા. બાળકાભાઈ 29મી જાન્યુઆરીના વહેલી સવારે પરિવાર સાથે કુંભમેળામાં સ્નાન કરીને ત્યાંથી વિખૂટા પડી ગયા હતા. તેમનો હજી સુધી કોઈ પત્તો નથી. પત્રમાં જણાવ્યા પ્રમાણે, યુપી પ્રસાશનને તેમના ફોટા, નામ સાથે સંપૂર્ણ વિગત આપી છે છતાં તેમની હજી સુધી કોઈ ભાળ નથી મળી.

મહાકુંભ મેળાની શરૂઆત 13મી જાન્યુઆરીથી શરૂ થઈ છે અને આ મેળાની પૂર્ણાહુતિ 26 ફેબ્રુઆરી થશે. ત્યાં સુધીમાં 45 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ મહા કુંભમાં દર્શન કરવા માટે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 18 કરોડ જેટલા ભક્તોએ સ્નાન કર્યુ હોવાની માહિતી સામે આવી રહી છે.

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *