ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક ઝટકો, બુમરાહ પછી વધુ એક ખેલાડીને મેદાનથી દૂર રહેવું પડશે

ભારતીય ટીમને નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. જસપ્રીત બુમરાહ પછી, વધુ એક ભારતીય ઝડપી બોલરની ઈજાએ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે આકાશ દીપને લગભગ એક મહિના સુધી મેદાનથી દૂર રહેવું પડશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે પાંચમી ટેસ્ટમાં અંતિમ સમયે બોલિંગથી દૂર થઈ ગયો હતો.ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાનું દિલ જીતનાર આકાશ દીપને એક મહિના માટે મેદાનથી દૂર રહેવું પડશે. આકાશ દીપ કમરના દુખાવાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ મેચમાં રમી શક્યો ન હતો. આકાશ દીપની ઈજા બંગાળ માટે પણ એક આંચકો છે,મિડિયમ ફાસ્ટ બોલર આકાશ દીપની ઈજા અંગે નવા અહેવાલો આવ્યા છે.

ક્રિકબઝ અનુસાર, પીઠના દુખાવાના કારણે સિડની ટેસ્ટમાંથી બહાર રહેલો આકાશ દીપ લગભગ એક મહિના સુધી કોઈ મેચ રમી શકશે નહીં. તેને સારવાર માટે બેંગલુરુમાં NCA (નેશનલ ક્રિકેટ એકેડેમી) જવું પડશે. NCA ખાતે BCCI મેડિકલ ટીમ તેમની ઈજા પર નજીકથી નજર રાખશે અને જરૂરી સારવાર પૂરી પાડશે.ભારતીય ટીમમાં બેટિંગ લાઈનઅપમાં ઘણાં બઘા ઓપ્શન છે પરંતુ બોલિંગ ડિપાર્ટમેન્ટ ચિંતા ઉભી કરી શકે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં યોજાયેલી ડોમેસ્ટ્રિક ક્રિકેટના રેકોર્ડના આધારે પણ કોઈ નવા ચહેરાને ટીમમાં સ્થાન મળી શકે છે.

નોંધનીય છે કે, આકાશ દીપે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન નાની બેટિંગથી પણ લોકોના દિલ જીત્યા હતા.ભારતે 12 જાન્યુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ODI અને T20 સીરિઝ રમશે. ભારતીય ટીમનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ હાલ ઘાયલ છે. મોહમ્મદ શમીની ફિટનેસ પણ પ્રશ્નાર્થમાં છે. આવી સ્થિતિમાં, પસંદગીકારો નવા ચહેરાઓ અજમાવી શકે છે.

Related Posts

B INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ એક તપસ્યા છે

Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ચાંદીમાં ₹15000નો ધડાકો, સોનામાં ₹8000ની ગિરાવટ ,શું છે કારણ?

વૈશ્વિક બજારમાં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ઈરાન સાથે વધતા યુદ્ધના તણાવ વચ્ચે સોનું અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો નોંધાયો છે. 23 માર્ચ 2026 ના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *