ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન ફરી એકવાર હેડલાઈન્સમાં છે. આપને જણાવી દઈએ કે, છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ પર શાનદાર જીત નોંધાવી હતી. ભારતની જીત પછી તરત જ, માઈકલ વોને સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરી અને ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા બનવાની ટીમની જાહેરાત કરી. ભવિષ્યવાણીએ ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. “જે ભારતને હરાવશે તે જીતશે… લાગે છે કે માત્ર ઓસ્ટ્રેલિયન જ તેમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં હરાવી શકે છે. પરંતુ મને દુબઈની પિચ પર તેના પર ખૂબ જ શંકા છે,” ભૂતપૂર્વ કેપ્ટને સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું. પૂર્વ કેપ્ટન માઈકલ વોને જ્યાં પોતાની પોસ્ટમાં ઓસ્ટ્રેલિયાને દાવેદાર ગણાવ્યું છે.
તો બીજી તરફ તેણે દુબઈની પીચનો ઉલ્લેખ કરીને આ અંગે શંકા વ્યક્ત કરી છે. મેચની વાત કરીએ તો ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને હરાવીને ગ્રુપ Aમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. નવ વિકેટે 249 રન બનાવ્યા બાદ ભારતે ન્યૂઝીલેન્ડને 205 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. દુબઈમાં મંગળવારે સેમિફાઈનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે જ્યારે બુધવારે લાહોરમાં ન્યૂઝીલેન્ડનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે.
ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ 10 ઓવરમાં 42 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને બે સફળતા મળી. ન્યુઝીલેન્ડ તરફથી કેન વિલિયમસને 81 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી.
પિચ પર સ્પિનરોનું વર્ચસ્વ :- ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતના સ્પિનરોએ 9 વિકેટ ઝડપી હતી, એક વિકેટ હાર્દિક પંડ્યાને મળી હતી. વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ લેવામાં સફળ રહ્યો, હવે ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા જઈ રહી છે. આ મેચ આ પીચ પર રમાશે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ભારતીય સ્પિનરો સામે ટકી શકશે કે કેમ.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








