બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે તારીખ 16/1/2025 ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમા મુખ્ય મહેમાન તરીકે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સ્થાને શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભાભર મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારી હાજર રહ્યા હતા. જે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી યોજાયો હતો.
આ કાર્યક્રમમાં દિવ્યાંગ ના આશરે 250 જેવા કેસ જોવામાં આવ્યા હતા.અને જેઓને જે પ્રમાણે દિવ્યાંગતા હોય એ પ્રમાણે એમને ટકાવારી પ્રમાણે સર્ટી આપવામાં આવ્યાહતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.






