પ્રયાગરાજ જતા પહેલા ટ્રાફિકની માહિતી લઇને જજો, વિશ્વનો સૌથી લાંબો ટ્રાફિક જામ આ રસ્તા પર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળા તરફ જતા રસ્તાઓને ૩૦૦ કિલોમીટર સુધી લાંબા ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં હાજરી આપવા માટે ઉત્સુક લાખો યાત્રાળુઓ રવિવારે મેળા સ્થળથી સેંકડો કિલોમીટર દૂર પોતાની કારમાં ફસાયેલા જોવા મળ્યા હતા. પ્રયાગરાજ મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે જબલપુર, કટની, રેવા થઈને પ્રયાગરાજ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા કલાકોથી લાંબો જામ છે. કટની પોલીસે તો લોકોને હાથ જોડીને પાછા ફરવા અપીલ પણ કરી છે. આ જામનું મુખ્ય કારણ મહાકુંભમાં ભાગ લેવા માટે લાખો ભક્તોનું રસ્તાઓ પર આગમન છે.

ટોલ બેરિયર્સ પર મનસ્વી વસૂલાત પણ આ સમસ્યાને વધારી રહી છે. દક્ષિણ ભારતમાંથી આવતા ભક્તો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે, જેના કારણે ટ્રાફિકનું દબાણ વધુ વધી ગયું છે. વહીવટીતંત્રની અપૂરતી તૈયારી પણ સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, 200-300 કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો જેમાં મધ્યપ્રદેશ થઈને મહા કુંભ મેળા તરફ જતા યાત્રાળુઓના વાહનોનો સમાવેશ થાય છે અને રવિવારે ત્યાંની પોલીસે વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક બંધ કરી દીધો હતો, જેના કારણે લોકો ઘણા કલાકો સુધી રસ્તાઓ પર અટવાઈ ગયા.

કટની જિલ્લામાં પોલીસ વાહનોએ જાહેરાત કરી કે સોમવાર સુધી ટ્રાફિક બંધ છે, જ્યારે મૈહર પોલીસે વાહનોને કટની અને જબલપુર તરફ પાછા ફરવા અને ત્યાં જ રહેવા કહ્યું હતુ. પીટીઆઇએ એક રિપોર્ટમાં પોલીસને ટાંકીને કહ્યું હતું કે “આજે પ્રયાગરાજ તરફ આગળ વધવું અશક્ય છે કારણ કે 200-300 કિલોમીટરનો ટ્રાફિક જામ છે. સોશિયલ મીડિયા પરના ઘણા વીડિયોમાં મધ્યપ્રદેશના કટની, જબલપુર, મૈહર અને રેવા જિલ્લાઓના રસ્તાઓ પર હજારો કાર અને ટ્રકની મોટી કતારો જોવા મળી રહી છે.

-> ‘કદાચ દુનિયાનો સૌથી મોટો ટ્રાફિક જામ’ :- પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે રેવા જિલ્લાના ચકઘાટ ખાતે કટનીથી એમપી-યુપી સરહદ સુધીના 250 કિલોમીટરમાં ભારે ટ્રાફિક જામ છે. મુસાફરોએ સોશિયલ મીડિયા પર ટ્રાફિક જામ અંગે વાત કરી હતી. જેમાં એક યુઝરે કહ્યું, “જબલપુરથી 15 કિમી પહેલા ટ્રાફિક જામ છે. હજુ પણ પ્રયાગરાજથી 400 કિમી દૂર છે.

Related Posts

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *