CM ભૂપેન્દ્ર પટેલે “પરીક્ષા પે ચર્ચા-2025” સંવાદ નિહાળ્યો, અમદાવાદની ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

રાજ્યની ૪૦ હજારથી વધારે શાળાના ૬૧.૫૦ લાખથી વધુ વિધાર્થીઓએ વડાપ્રધાનના સંવાદનું પ્રસારણ નિહાળ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫’ અંતર્ગત અમદાવાદની ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અર્થસભર સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા’ની આઠમી કડી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કરેલા રાષ્ટ્ર વ્યાપી સંવાદનું પ્રસારણ અમદાવાદની શાળાઓમાં પણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે અર્થસભર સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિ રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, દરેક વિધાર્થીએ પોતાના જીવનકાળમાં એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત ‘એકઝામ વોરિયર’ પુસ્તક એકવાર અવશ્ય વાંચવું જોઈએ. આ પુસ્તકમાં બોર્ડની એક્ઝામને લઈને વિદ્યાર્થીઓનાં મનમાં ઊભા થતા દરેક સવાલોના જવાબ મળશે.આ પુસ્તક વાંચીને સૌ વિદ્યાર્થીઓએ હળવા પણ થવું જોઈએ.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવું વ્યક્તિત્વ છે, જે દરેક જનમાનસ સાથે સંકળાયેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની દરેક બાબતો અને વિષય પર ખૂબ ઝીણવટપૂર્વક કામ કરી રહ્યા છે, જેના કારણે ભારતને દેશ અને દુનિયામાં ગૌરવ મળ્યું છે વધુમાં તેમણે કહ્યું હતું કે, દરેક વિદ્યાર્થીએ પોતાના સમગ્ર દિવસનું ટાઇમશેડ્યૂલ બનાવવું જોઈએ.

રમત-ગમત માટે કેટલો સમય આપવો? ટીવી માટે કેટલો સમય? તેમજ ભણવા માટે કેટલો સમય આપવો? તેનું યોગ્ય આયોજન કરવું જોઈએ. જે દરેક વિદ્યાર્થીઓને પોતાના જીવનકાળમાં ખૂબ ઉપયોગી સાબિત થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. ભણ્યા નથી એટલે આપણે હોશિયાર નથી, એવું વિદ્યાર્થીઓએ ક્યારે ન માનવું જોઈએ. દરેક વિદ્યાર્થીએ પોતાના વાલી-શિક્ષકોનું માર્ગદર્શન લઈને અવશ્ય ચાલવું જોઈએ. જે વિદ્યાર્થીઓ મેડિકલ કે એન્જિનિયરિંગ કે પછી કોઈપણ ક્ષેત્ર તરફ આગળ જવા માગતા હોય, આવા વિદ્યાર્થીઓએ પોતાનું ૧૦૦ ટકા યોગદાન આપવું જોઈએ. પછી ભલે પરિણામ ગમે તે મળે પણ પ્રયાસ પૂરેપૂરો હોવો જોઈએ એમ તેમણે વિદ્યાર્થીઓ ને પ્રેરણા આપતા વધુમાં ઉમેર્યું હતું.

Related Posts

PM Modi ના 76મા જન્મદિવસે જાસપુરમાં 76 હજાર દીવડાઓથી ઉજવણી Dynamic

Modi વિશ્વ ઉમિયાધામ-જાસપુરમાં ‘આશીર્વાદનો દીવો’: PM મોદીના 76મા જન્મદિવસે વિશેષ કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયાધામમાં વડાપ્રધાન નરેન્દ્ર Modiના 76મા જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દીપોત્સવ, મહાઆરતી, વંદે માતરમ્ ગાન, લોકડાયરો અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. Modi 76મા જન્મદિવસ નિમિત્તે વિશેષ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર Modiના જન્મદિવસને ધ્યાનમાં રાખીને વિશ્વ ઉમિયાધામ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા તેને ‘આશીર્વાદનો દીવો’ નામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ચેતનાના સંદેશ સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવાનો હોવાનું જણાવાયું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના…

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *