દહેજમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનો પર્દાફાશ, પોલીસે એકની ધરપકડ કરી

B INDIA દહેજ : ભરૂચના દહેજમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનો પર્દાફાશ થયો છે. દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વેપારને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું હતું. સાથે જ પોલીસે એક ઈસમને ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ, રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કર્યો છે.એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 11 અરજી આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર, ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે.જે અરજીઓને લઇ પોલીસ સબ ઇન્સપેક્ટર એ.વી.શિયાળિયા સહિત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો.

દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ ૩ યુવતિઓ તથા દેહ વ્યાપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદખાન અલીને ઝડપી પાડ્યો હતો.જેના પાસેથી રોકડા ૮,૫૭૦ અને મોબાઈલ મળી ૧૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતો ઈશીપ્ત અરુણ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકે ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…

Gandhinagar : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ, જાણો વિગત

ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *