ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે વેપારને લઇને કર્યુ મોટુ એલાન, કહી 10 ટકા ટેરિફ લગાવવાની વાત

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે તેમની સરકાર 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનું વિચારી રહી છે. ટ્રમ્પે કહ્યું કે ચીન પર ટેરિફ લાદવાનો નિર્ણય એ હકીકત પર આધારિત હશે કે તે મેક્સિકો અને કેનેડામાં ફેન્ટાનાઇલ મોકલી રહ્યું છે કે નહીં. ફેન્ટાનાઇલ એક એવું માદક દ્રવ્ય છે જે હેરોઈન કરતાં ૫૦ ગણું વધુ શક્તિશાળી અને વ્યસનકારક છે.”અમે ચીન પર 10% ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ,”

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે ઓરેકલના ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) લેરી એલિસન, સોફ્ટબેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માસાયોશી સન અને ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, અમે ચીન પર 10 ટકા ટેરિફ લગાવવાનો વિચાર કરી રહ્યા છે જે ચીન દ્વારા મેક્સિકો અને કેનેડાને ફેન્ટાનાઇલ મોકલવાની હકીકત પર આધારિત હશે. એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ 1 ફેબ્રુઆરીથી ટેરિફ લાગુ કરવાનું વિચારી રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, “અમે મેક્સિકો અને ચીન પર 25 ટકા ટેરિફ લાદવાની વાત અમે કરતા આવ્યા છીએ.” બીજા પ્રશ્નના જવાબમાં, ટ્રમ્પે કહ્યું કે ગયા અઠવાડિયે જ્યારે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી હતી ત્યારે અમે ટેરિફ વિશે વધુ વાત કરી ન હતી. “જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે શી જિનપિંગને યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે હસ્તક્ષેપ કરવા કહ્યું હતું, ત્યારે ટ્રમ્પે કહ્યું કે ચીને આ સંદર્ભમાં ખાસ કંઇ કહ્યું નથી. .

-> 10 ટકા ટેરિફ લાદવાનો વિચાર :- ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો વિચાર ફેન્ટાનાઇલ સપ્લાયના મુદ્દા પર આધારિત છે અને તે અમેરિકાની વેપાર નીતિઓમાં એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે. આ નિર્ણયની વૈશ્વિક બજાર અને અમેરિકા-ચીન સંબંધો પર ઊંડી અસર પડી શકે છે.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *