અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ઠપકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના ખનિજ સોદા અંગે ઝેલેન્સકીને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું, “ઝેલેન્સકીને જોઈને મને એવું લાગે છે કે તે દુર્લભ ખનિજ કરારમાંથી પાછળ હટવાનો પ્રયાસ કરી રહ્યો છે અને જો તે આવું કંઈક કરશે તો પરિણામ સારું નહીં આવે, તે તેના માટે સમસ્યાઓ ઊભી કરશે.
આ પણ વાચો :- પારસ્પરિક ટેરીફ ઘટાડવા અનેક દેશો અમેરિકા સાથે વાતચીત કરવાની રાહમાં , ટ્રમ્પે કહ્યું ‘હવે 2 એપ્રિલ પછી જ વાત’
‘યુક્રેન ક્યારેય નાટોમાં જોડાઈ શકશે નહીં :- ‘રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “આ જ હરકતોને કારણે, યુક્રેન નાટો જૂથનો ભાગ નહીં બની શકે. જો ઝેલેન્સકીને લાગે છે કે તે ખનિજ કરાર પર ફરીથી વાટાઘાટો કરીને આમાંથી છટકી જશે, તો આ બિલકુલ થવાનું નથી.
ઝેલેન્સકી પહેલા ટ્રમ્પે પુતિનને આડે હાથ લીધા :- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સકીને ધમકી આપતા પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ ચેતવણી આપી હતી. ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ પર યુક્રેન સાથેના યુદ્ધ-શાંતિ કરારમાં સમસ્યાઓ ઊભી કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ પુતિનથી ખૂબ ગુસ્સે છે.
આ પણ વાચો :- રશિયન સશસ્ત્ર દળોમાં હજુ પણ 18 ભારતીયો, જેમાંથી 16 ગુમ, સંસદમાં વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી
રશિયન તેલ પર ટેરિફ લાદશે :- શાંતિ કરારમાં અવરોધ ઊભો કરવાના રશિયાના પ્રયાસ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો રશિયા યુદ્ધવિરામના પ્રયાસોમાં અવરોધ ઊભો કરશે, તો અમેરિકા રશિયન તેલ પર 25 થી 50 ટકાના ગૌણ ટેરિફ લાદશે.
રશિયાએ ઝેલેન્સકીની વિશ્વસનીયતાની ટીકા કરી ત્યારે ટ્રમ્પ ગુસ્સે થયા :- રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના નેતૃત્વની વિશ્વસનીયતાની ટીકા કરી, જેનાથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા, જેમણે કહ્યું, “રશિયન રાષ્ટ્રપતિની ટિપ્પણીઓ યોગ્ય દિશામાં જઈ રહી ન હતી.
આ પણ વાચો :- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા ખુબજ ‘સ્માર્ટ’ વ્યક્તિ, ગણાવ્યા નિકટના મિત્ર
“ટ્રમ્પે NBC ન્યૂઝ સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું, “જો રશિયા અને હું યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે કોઈ કરારને અંતિમ સ્વરૂપ આપી શકતા નથી, તો મને લાગે છે કે તે રશિયાની ભૂલ છે. અને જો મને લાગે છે કે તે રશિયાની ભૂલ હતી, તો હું રશિયાથી આવતા તમામ તેલ પર 25 થી 50 ટકાનો ગૌણ ટેરિફ લાદવાનો છું.” તેમણે વધુમાં કહ્યું, “જો કોઈ કારણોસર રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાર ન થાય, તો હું એક મહિનાની અંદર આ યોજનાનો અમલ કરીશ.”
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






