ગોંડલના માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. કેસરની સાથે રત્નાગિરી હાફૂસ પણ માર્કેટમાં આજે જોવા મળી હતી. ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની 10 કિલોના 100 બોક્સની આવક થઈ છે. આ તરફ હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ભાવ રૂ. 2500થી 3500 બોલાયો હતો.
ગોંડલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ખેડૂતોની ગીરની કેસર કેરીના 10 કિલોના 100 બોક્સની આવક થવા પામી હતી. ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી છે. જેમાં હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ઉંચો ભાવ રૂ.3500 તથા નીચો ભાવ રૂપિયા 2500 બોલાયો હતો.
ઉનાળાની સીઝનની કેસર કેરીની પ્રથમ આવક થવા પામી હતી. સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચુકવી ખરીદી કરી રહ્યા છે. ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળાની સિઝન દરમ્યાન કાંટાળા, તલાલા, ગીર ગઢડાનું જસાધાર, બાબરીયા સહિતના પંથકમાંથી ખેડૂતો કેસર કેરી વેચવા માટે અહીં આવતા હોય છે.
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડ કેસર કેરીનું હબ ગણવામાં આવે છે. જેનું મુખ્ય કારણ એ પણ છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વેપારીઓ અહીં ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ આગામી દિવસોમાં કેસર કેરીની આવકમાં વધારો થશે. આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ગત વર્ષ કરતા 15 દિવસ વહેલી આવક થઈ હતી. હરાજીમાં કેસર કેરીના 10 કિલો બોક્સના રૂપિયા 3500 ઊંચો ભાવ બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. જ્યારે યાર્ડમાં હાફૂસ કેરીની પણ આવક થઈ છે
ઉનાળાના પ્રારંભ સાથે જ માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરીની હાફુસ કેરીનું આગમન થયું છે. યાર્ડમાં કેસર કેરીના 100 બોકસની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો છે.ત્યારે રત્નાગીરી હાફૂસ કેરી 200 થી 250 બોક્ષની આવક નોંધાઈ છે. બે ત્રણ દિવસથી યાર્ડમાં રત્નાગિરીની હાફુસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગિરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 2000 થી 6000 બોલાયો છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






