ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, હવે જન્મના દાખલામાં લખેલી તારીખ જ માન્ય ગણાશે

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે. આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય નહિ ગણવામાં આવે. ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં તારીખ સુધારા માટેની અરજી ફગાવી છે.

જન્મના પ્રમાનપત્રમાં સુધારા મુદ્દે અરજી ફગાવતા હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે. આધાર-પાન કાર્ડ નહીં બર્થ સર્ટિફિકેટમાં નોંધાયેલી જન્મ તારીખ જ સંપૂર્ણ માન્ય રહેશે. આધાર ,પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રૅકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ માન્ય રહેશે નહીં. હૉસ્પિટલ દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય છે.

મહત્વની વાત એ છે કે, ગુજરાત હાઈકોર્ટનો આ હુકમની દૂરોગામી અસર હશે. હવે આધાર, પાન, લાયસન્સમાં કરાવામાં આવતા સુધારા અંગે લોકોને વિચારવું પડશે. જો આ ડોક્યુમેન્ટમાં લખેલ તારીખ જન્મના પ્રમાણપત્ર પ્રમાણે હોવું અનિવાર્ય બની જશે.

Related Posts

ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર…

B INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ એક તપસ્યા છે

Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *