સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આવશે ગુજરાત, જાણો કઈ તારીખે ?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ એઆઈસીસી અધિવેશન યોજશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં દેશભરના એઆઈસીસી પ્રતિનિધિઓ અમદાવાદમાં એકત્રિત થશે. જ્યાં પક્ષના આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે. અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે જે પછી 9 એપ્રિલેના રોજ એઆઈસીસી પ્રતિનિધિઓની બેઠક યોજાશે.

આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે. તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય એઆઈસીસી પ્રતિનિધિઓ હાજર રહેશે. આ એઆઈસીસી અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલા ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી.

મહાત્મા ગાંધી, ડો. ભીમરાવ આંબેડકર અને ભારતીય બંધારણની વારસાને સાચવવાની, સંરક્ષણ કરવાની અને પ્રોત્સાહન આપવા માટેની તાત્કાલિક જરૂરિયાતને માન્યતા આપતાં, 26 જાન્યુઆરી 2025થી 26 જાન્યુઆરી 2026 વચ્ચે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક વિશાળ રાષ્ટ્રીય જનજાગૃતિ અભિયાન “સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા” શરૂ કરશે. સાથે જ, મહાત્મા ગાંધીના જન્મસ્થાન ગુજરાતમાં એઆઈસીસી અધિવેશન યોજીને, અમે સત્ય, અહિંસા અને ન્યાયના તેમના આદર્શો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાને પુનઃપ્રસ્થાપિત કરીશું.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *