ગુજરાતમાં શિયાળો લેશે વિદાય, આગામી દિવસમાં ગરમીની થશે શરૂઆત

રાજ્યમાં ફરી હવામાન વિભાગે આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં શિયાળો ધીરે-ધીરે વિદાય લેશે અને ઉનાળાની શરૂઆત થશે. રાજયમાં બેવડી ઋતુની અસર રહેશે. સાથે સાથે લઘુતમ તાપમાન 5 થી 7 ડિગ્રી વધ્યું છે.નલિયામાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.બીજી તરફ મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે.

-> કયાં કેટલું તાપમાન નોંધાયું? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 21.2 ડિગ્રી,ગાંધીનગર 19.2 ડિગ્રી,ડીસા 18.3 ડિગ્રી,પાલનપુર 18.5 ડિગ્રી,વડોદરા 21.6 ડિગ્રી,કંડલા 23.3 ડિગ્રી,સુરત 20.6 ડિગ્રી,અમરેલી 20.7 ડિગ્રી,ભાવનગર 22.1 ડિગ્રી,રાજકોટ 19.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

-> એક જ દિવસમાં તાપમાન 2 થી 5 ડિગ્રી વધ્યું :- પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. જમ્મૂ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાત પર તેની મોટી અસર જોવા મળી છે. અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં એક દિવસમાં 3.5 ડિગ્રીનો વધારો થયો છે.

વહેલી સવારે લાગતી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે. જો કે, હાલના દિવસોમાં મિશ્ર ઋતુ રહેતી હોવાના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભાગમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *