
-> ગુજરાતમાં કયાં કેટલું તાપમાન નોંધાયું ? :
–> શહેર તાપમાન :
રાજકોટ 7.3 ડિગ્રી
અમદાવાદ 12.1 ડિગ્રી,
ગાંધીનગર 9.2 ડિગ્રી
વડોદરા 11.4 ડિગ્રી
ભાવનગર 12.6 ડિગ્રી,
સુરત 15.5 ડિગ્રી
ડીસા 8.8 ડિગ્રી
કેશોદ 9.1 ડિગ્રી
વેરાવળ 15.8 ડિગ્રી
કંડલા 8.1 ડિગ્રી
સુરેન્દ્રનગર 10.4 ડિગ્રી
દ્વારકા 13.8 ડિગ્રી
પોરબંદર 12 ડિગ્રી
અમરેલી 11.7 ડિગ્રી
ભુજ 9.2 ડિગ્રી

-> પવનની વધશે ગતિ :- ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત રહેશે. જો કે, હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈ કોઈ આગાહી કરવામાં આવી નથી.
![]()
-> બપોરના સમયે પડી શકે છે ગરમી :- બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ સાથે બપોરે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.






