આણંદમાં જૂથ અથડામણ મામલે પોલીસની મોટી કાર્યવાહી, 8 લોકોની કરાઈ અટકાયત

B india આણંદ :- આણંદના બોરસદમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે અથડામણ થઈ હતી. ત્યારે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો હતો. જો કે, જૂથ અથડામણમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ 8 લોકોની અટકાયત કરી છે. અજીતસિંગ સરદાર, હરબજસિંગ સરદાર સહિતના કુલ 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

-> શું હતી સમગ્ર ઘટના :- આણંદના બોરસદમાં આવેલા નારાયણ નગરમાં ખેતરમાં પતંગ ચગાવતા લોકોને બહાર કાઢતા માથાકૂટ થઈ હતી. જેમાં 2 જૂથના લોકો સામસામે આવતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે કેટલાક લોકોએ તલવારો સાથે રોફ જમાવ્યો હોવાનું પણ સામે આવ્યું હતુ. જેથી માહોલ તંગ બન્યો હતો. આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *