ઉત્તરાયણના દિવસે AMCની તિજોરી છલકાઇ, અમદાવાદનાં ફ્લાવર શોએ તોડ્યો રેકોર્ડ, એક જ દિવસમાં 86 લાખ રૂપિયા કમાયા

ઉત્તરાયણના દિવસે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી. ફ્લાવર શોમાં ઉત્તરાયણના દિવસે એક જ દિવસમાં એક લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. અત્યાર સુધી સૌથી વધુ મુલાકાતીઓનો ધસારો મંગળવારે જોવા મળ્યો હતો. જેના કારણે ઉત્તરાયણ પર્વ નિમિત્તે AMC તિજોરી છલકાઈ છે. કુલ 1,01,889 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લેતાં AMCના તિજોરીમાં એક જ દિવસમાં 86 લાખ રૂપિયા આવ્યા છે.

ફ્લાવર શો ઉત્તરાયણના દિવસે ઐતિહાસિક ભીડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025માં ઉત્તરાયણના દિવસે ઐતિહાસિક ભીડ જોવા મળી હતી. જેમાં મુલાકાતીઓની સંખ્યા પહેલી વાર એક જ દિવસમાં 1લાખને વટાવી ગઈ હતી. કુલ 1,01,889 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જે ટિકિટ ખરીદ્યા પછી એક દિવસમાં સૌથી વધુ મુલાકાતીઓનો આંકડો હતો. વધુમાં, 12 વર્ષથી ઓછી ઉંમરના 30,567 બાળકોએ પણ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.

-> એક જ દિવસમાં 86 લાખ રૂપિયા કમાયા :- ટિકિટના વેચાણથી કુલ ₹86,09,800ની કુલ આવક થઈ હતી. આમાંથી ₹48,16,690 રોકડમાં, ₹12,03,640 UPI વ્યવહારો દ્વારા અને ₹25,89,470 ઓનલાઈન બુકિંગ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા.

Related Posts

ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *