અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો હેવથી કેટલા રૂપિયા ઓછા ચૂકવવા પડશે

B INDIA ગાંધીનગર : અમૂલે લાંબા સમય બાદ ફરી દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલની 3 પ્રોડકટસના ભાવમાં ઘટાડો થયો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે અમૂલે કઈ પ્રોડક્ટમાં કેટલા રૂપિયા ઓછા કર્યા અને હેવથી કેટલા રૂપિયા ઓછા ચૂકવવા પડશે. જાણીએ વિગતવાર….

કઈ પ્રોડક્ટમાં કેટલા રૂપિયા ઓછા?

અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા
અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા
અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા

અમુલનાં જુનો દૂધનો ભાવ

અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા
અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા
અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા

નવા વર્ષના પહેલા જ મહિને અમૂલે 3 પ્રોડકટસના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો બીજી તરફ ખેડા જિલ્લાના ડભાણ નજીક 45 વિઘા જમીનમાં નવો ચોકલેટ પ્લાન્ટ શરૂ થશે. જેનાથી સ્થાનિક 700 લોકોને રોજગારી મળશે.1233 દૂધ મંડળીઓમાંથી 850 મંડળીઓમાં સોલાર પ્રોજેક્ટ કાર્યરત છે અને બાકીની મંડળીઓમાં આ પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે. પશુપાલકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને દાણના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મંડળીઓમાં જળસંચયની કામગીરી પણ ચાલી રહી છે.

Related Posts

“તમારો ડેટા સુરક્ષિત છે? સાયબર સુરક્ષા માટે વિશ્વના દેશો હવે આક્રમક મોડ પર.”

વૈશ્વિક સાયબર સુરક્ષા માટે એલર્ટ: વધતા જોખમોને પગલે અનેક દેશોએ સુરક્ષાના નવા કડક નિયમો જાહેર કર્યા વૈશ્વિક સમાચાર: આધુનિક યુગમાં વધતા ડિજિટલાઇઝેશન સાથે સાયબર હુમલાઓનું પ્રમાણ અને તેની ગંભીરતામાં ચિંતાજનક…

“યુરોપમાં અસહ્ય ગરમી: તાપમાન નવા રેકોર્ડ તોડવા તરફ, જનજીવન અસ્તવ્યસ્ત.”

યુરોપમાં અસહ્ય ગરમીનો પ્રકોપ: અનેક દેશોમાં તાપમાન નવા રેકોર્ડ તરફ, જનજીવન પ્રભાવિત લંડન/પેરિસ: યુરોપ ખંડ હાલમાં ભીષણ ગરમીની લહેર (Heatwave)નો સામનો કરી રહ્યો છે. ખંડના મોટાભાગના દેશોમાં તાપમાનનો પારો ૪૦-૪૫…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *