અમદાવાદનાં ફતેહવાડીમાં ક્રાઇમબ્રાન્ચનાં દરોડા , 10 જેટલા જૂગારીને પકડી પાડ્યા

B INDIA અમદાવાદ : અમદાવાદના ફતેહવાડીમાંથી ક્રાઇમબ્રાન્ચે દરોડા પાડ્યા હતા. અને 10 જેટલા જૂગારીને ઝડપી પાડ્યા છે. ક્રાઇમબ્રાન્ચે 10 જુગારીઓને ઝડપી 1.46 લાખ રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 10 જૂગારીઓ પાસેથી 4 મોબાઈલ, 3 વાહનો સહિત 3.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, ફતેવાડીમાં હંમદ સિદ્દીક વોરા નામનો આરોપી જુગારનો અડ્ડો ચલાવે છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચે ફતેવાડીમાં ચાલતા જૂગારધામમાં રેડ કરી હતી. અને જૂગારધામમાંથી 10 જુગારીઓને ઝડપીને 1.46 લાખ રોકડ અને 4 મોબાઈલ, 3 વાહનો સહિત 3.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોહંમદ સિદ્દીક વોરા નામનો આરોપી જુગારનો અડ્ડો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ હજુ પણ ક્રાઇમબ્રાન્ચે દરોડા ચાલુ જ રાખ્યા છે. ત્યારે વધુ અડ્ડા પકડાઈ તો નવાઈ નહી.

Related Posts

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *