કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો સમાચાર સામે આવ્યો છે. 8મું પગાર પંચ (8th Pay Commission) બાબતે મહત્વપૂર્ણ અપડેટ મળ્યો છે. જો હાલની અટકળો સાચી સાબિત થાય છે, તો 2026થી નવા પગાર ધોરણો લાગુ થઈ શકે છે અને પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
નવો પગાર કેટલો થશે?, જાણો ગણતરી સાથે
વિસ્તૃત જાણકારી અનુસાર, 8મા પગાર પંચમાં નવા ફિટમેન્ટ ફેક્ટર તરીકે 1.92 લાગુ થવાની શક્યતા છે.
હાલમાં ન્યૂનતમ બેસિક પગાર છે ₹18,000, જે નવી ગણતરી પ્રમાણે એવું બની શકે છે:
નવી બેસિક પે = ₹18,000 × 1.92 = ₹34,560
એટલે કે ફક્ત મૂળ પગારમાં ₹16,560નો સીધો ઉછાળો.
આ ઉપરાંત, જ્યારે ડિઅરનેસ એલ્લોવન્સ (DA), હાઉસ રેન્ટ એલ્લોવન્સ (HRA), ટ્રાવેલ એલાવન્સ (TA) અને અન્ય ભથ્થાં ઉમેરાશે ત્યારે હાથમાં આવતો પગાર વધુ વધારે થશે.
7માં પે પંચના પે મેટ્રિક્સનો જ ઉપયોગ થશે
ખાસ વાત એ છે કે 8મા પગાર પંચમાં પણ 7મા પગાર પંચમાં લાગુ થયેલું ‘પે મેટ્રિક્સ’ જ ચાલુ રહેશે.
ફક્ત તેમાં કેટલાક સુધારાઓ, જેમ કે નવો ફિટમેન્ટ ફેક્ટર, પગાર લેવલ મર્જિંગ, વગેરે ઉમેરાશે.
મૂલ આધાર:
આ પે મેટ્રિક્સ ડૉ. વોલેસ એક્રોઇડ ફોર્મ્યુલા પર આધારિત છે, જે ભારતીય નાગરિકને જીવન નિર્વાહ માટે મળવાં પાત્ર ન્યૂનતમ પગારનો અંદાજ આપે છે.
પગાર લેવલ મર્જિંગ
સરકાર કેટલાક પગાર લેવલ મર્જ કરવાની યોજના બનાવી રહી છે:
– Level 1 + 2 ➝ New Level A
– Level 3 + 4 ➝ New Level B
– Level 5 + 6 ➝ New Level C
આવું થવાથી નીચેના સ્તરે કામ કરતા કર્મચારીઓના પગાર તાત્કાલિક વધી જશે અને પ્રમોશન માટેનો સમય ઓછો થશે.
વીમા કવર પણ વધવાની શક્યતા
હાલમાં સરકારી ફરજ દરમિયાન મૃત્યુ પામનાર કર્મચારીઓના પરિવારો માટે વીમા કવર ઓછું હોય છે. 8મા પગાર પંચ હેઠળ આ વિમાકવરની રકમ પણ વધારવાનો વિચાર ચાલી રહ્યો છે, જેથી કર્મચારીઓના પરિવારોને વધુ સુરક્ષા મળી શકે.
ક્યારથી લાગુ પડશે 8મું પગાર પંચ?
હાલમાં 8મા પગાર પંચની ઔપચારિક રચના સરકાર દ્વારા કરવામાં આવી નથી, પરંતુ એવી શક્યતા છે કે:
– 2025ના અંત સુધીમાં જાહેરાત (Notification)
– 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા પગાર ધોરણો
– કર્મચારીઓને બકાયા રકમ પણ આપવામાં આવશે.








