વડોદરા: GIPCLને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર થયું દોડતું

રાજ્યમાં સતત બોમ્બની ધમકીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન બોમ્બની ધમકીની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં આવેલી GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી માંલઈ હતી. જેને લઈને તંત્ર દોડતું થયું છે. ધમકીની જાણ પોલીસતંત્રને થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ત્રણ કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

વડોદરાના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલ ધનોરા ગામ પાસે આવેલ જીઆઈપીસીએલ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલનેને લઈ દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ વડોદરા શહેર પોલીસને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ત્રણ કલાક સુધી સર્ચ કર્યું હતું. કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ મેઈલ મોકલનારની તપાસ હાથ ધરવામાં આવી છે.

કંપનીના MD ને મળ્યો હતો ઇમેલ
વડોદરામાં આવેલી GIPCL કંપનીમાં થર્મલ, રીન્યુએબલ અને માઇન્સનું પ્રોડક્શન થાય છે. આ સાથે જ સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ પણ કંપનીમાં છે. ત્યારે આ કંપનીના એમડીને ધમકી ભર્યો એ મેઇલ મળ્યો હતો. જેમાં મેલની અંદર બોમ્બ મૂક્યો હોવાની માહિતી દર્શાવવામાં આવી હતી.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *