વડોદરા: પાર્કિંગ વિસ્તારમાં મગર દેખાતા ભારે ભયનો માહોલ, રેસ્ક્યૂ ટીમે પકડ્યો

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટો વસવાટ હોવાને કારણે, શહેરના કેટલાક વિસ્તારોમાં મગરોનો દેખાવ સામાન્ય બન્યો છે. ત્યારે તાજી ઘટના હરણી-સમા લિંક રોડ ખાતેની પંચામૃત રેસિડેન્સીમાં બની, જ્યાં પાર્કિંગ વિસ્તારમાં 4 ફૂટનો મગર દેખાયો.

સ્થાનિક રહીશોએ અચાનક મગરને જોઈ ભારે ભય અનુભવ્યો. મગર પહેલા એક ટૂ-વ્હીલર અને ત્યારબાદ એક કાર નીચે છુપાવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પાર્કિંગ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. લોકોનું એકઠું થવું અને મગરની અચાનક હરકતોએ હેરાનગીનો માહોલ સર્જ્યો.

જાણ થતાં જ વડોદરા વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી. મગર કાર નીચે છુપાવવાના કારણે તેને બહાર કાઢવું મુશ્કેલ બન્યું. ટીમે મગરના ગળામાં ગાળિયો નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ મગરની ઊછળકૂદને કારણે રેસ્ક્યૂ ઓપરેશન થોડીવાર માટે અટકી ગયું. બાદમાં, ભારે જહેમત અને કુશળતાપૂર્વક મગરને સુરક્ષિત રીતે પકડવામાં આવ્યો.

પકડાયેલ મગરને વડોદરા વન વિભાગના રેસ્ક્યૂ સેન્ટર ખાતે લઇ જવાયો. આ ઘટનાના કારણે સ્થાનિક રહીશો વચ્ચે રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગના અધિકારીઓએ લોકોને સૂચન કર્યું કે નદીના વિસ્તારમાં મગરના દેખાવને હલકું લેવાનું નહીં અને જો મગર દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવી જોઈએ.

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારોમાં મગરોની અસરના કારણે શહેરના રહેણાંક વિસ્તારોમાં આગાહીઓ અને સાવચેતીના પગલાં વધારવા જરૂરી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈઝરાયલે South Pars Gas Field પર હુમલો કર્યો, ઈરાનની ખાડી દેશોને કડક ધમકી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ હવે વધુ ગંભીર બન્યો છે. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્રોમાંના એક, South Pars Gas Field, પર તાજેતરમાં થયેલા હુમલાએ સમગ્ર ખાડી પ્રદેશમાં…

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…