ભારત-ચીન સહિત 60 દેશો સામે અમેરિકાની વેપાર તપાસ, વૈશ્વિક બજારમાં ફફડાટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત, ચીન અને યુરોપિયન યુનિયન સહિત અનેક દેશોની વેપાર નીતિઓ સામે નવી તપાસ શરૂ કરી છે. અમેરિકાનું માનવું છે કે આ દેશો દ્વારા અપનાવવામાં આવતી કેટલીક વેપાર પદ્ધતિઓ ‘અયોગ્ય’ છે, જેના કારણે અમેરિકન ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે. આ પગલાથી વૈશ્વિક વેપાર બજારમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.

16 મુખ્ય દેશોની નીતિઓ પર તપાસ
અમેરિકન વેપાર પ્રતિનિધિ (USTR) દ્વારા શરૂ કરવામાં આવેલી આ તપાસમાં ભારત, ચીન અને યુરોપિયન યુનિયન સહિત 16 મુખ્ય દેશોની વેપાર નીતિઓની સમીક્ષા કરવામાં આવશે. અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલાક ટેરિફ રદ કરવામાં આવ્યા બાદ ટ્રમ્પ પ્રશાસન હવે નવા કાયદાકીય રસ્તાઓ દ્વારા ટેક્સ અને ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે.

બે મુખ્ય મુદ્દાઓ પર તપાસ

USTRના અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ મુખ્યત્વે બે મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે.

– વધારે પડતું ઉત્પાદન (Over-production):
ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો જરૂરિયાત કરતા વધુ ઉત્પાદન કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તું માલ મોકલી રહ્યા છે, જેના કારણે અમેરિકન ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું હોવાનું અમેરિકાનું માનવું છે.

– બળજબરીથી મજૂરી (Forced Labor):
અમેરિકા બળજબરીથી મજૂરી કરાવીને બનાવવામાં આવતા ઉત્પાદનોની આયાત પર નિયંત્રણ લાવવા માંગે છે. આ મુદ્દે અંદાજે 60 દેશોને તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે.

ઉનાળામાં લાગી શકે નવા ટેરિફ
USTRએ ચેતવણી આપી છે કે જો તપાસ દરમિયાન વેપાર પદ્ધતિઓ અયોગ્ય હોવાનું જણાશે તો આ વર્ષના ઉનાળા સુધીમાં નવા ટેરિફ અથવા ભારે દંડ લગાવવામાં આવી શકે છે. આ યાદીમાં વિયેતનામ, થાઈલેન્ડ અને બાંગ્લાદેશ જેવા દેશો પણ સામેલ છે. જોકે હાલ કેનેડાને આ તપાસમાંથી બહાર રાખવામાં આવ્યું છે.

શી જિનપિંગ સાથેની બેઠક પહેલા દબાણ
આ નિર્ણય વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આગામી એપ્રિલમાં બેઇજિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. વિશ્લેષકોના મતે, આ બેઠક પહેલા જ તપાસ શરૂ કરીને અમેરિકા ચીન અને અન્ય દેશો પર વેપાર સંબંધિત દબાણ વધારવા માંગે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટર મિહિર પટેલના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર…

ઇરાનનો અમેરિકી ઓઇલ ટેન્કર પર હુમલો, દરિયામાં દહેશતનો માહોલ; એક ભારતીયનું મોત

મધ્યપૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ દિવસેને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. ઈઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે યુદ્ધનો વ્યાપ દરિયાઈ માર્ગો સુધી પહોંચી ગયો છે. પર્સિયન…