હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ટ્રમ્પનો યુ-ટર્ન, વૈશ્વિક બજારમાં વધ્યો તણાવ

હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર 48 કલાકમાં પોતાનું વલણ બદલી નાખતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલા આપેલા નિવેદનમાં જ્યાં તેમણે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગની સુરક્ષા માટે અન્ય દેશોને જવાબદાર ગણાવ્યા હતા, ત્યાં હવે તેમણે નવા નિવેદન દ્વારા પોતાનું સ્ટેન્ડ સંપૂર્ણપણે બદલ્યું છે.

ટ્રમ્પે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “થોડો વધુ સમય આપો, અમે હોર્મુઝને સરળતાથી ખોલી દઈશું.” તેમના આ નિવેદનથી વૈશ્વિક બજારોમાં ફરી અનિશ્ચિતતા વધી ગઈ છે અને ક્રૂડ ઓઈલની કિંમતો પર તેની સીધી અસર જોવા મળી રહી છે.

પહેલાં શું કહ્યું હતું?
બે દિવસ પહેલા ટ્રમ્પે કડક વલણ અપનાવી કહ્યું હતું કે અમેરિકા હવે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે જવાબદાર નહીં રહે. તેમણે ચીન, જાપાન અને ફ્રાન્સ જેવા દેશોને સૂચન આપ્યું હતું કે, જે દેશો આ માર્ગ પર નિર્ભર છે તેઓએ પોતાની સુરક્ષા જાતે જ સુનિશ્ચિત કરવી જોઈએ. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા હવે પોતે જ મોટો ક્રૂડ ઓઈલ ઉત્પાદક બન્યું છે, તેથી તેને આ માર્ગ પર નિર્ભર રહેવાની જરૂર નથી.

નવા નિવેદનથી ઉઠ્યા સવાલો
શુક્રવારે કરેલી પોસ્ટમાં ટ્રમ્પે વધુ આક્રમક વલણ દર્શાવતા હોર્મુઝ પર નિયંત્રણ મેળવવાની વાત કરી, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં તણાવ વધી ગયો છે. તેમના આ બદલાતા નિવેદનોને કારણે સાથી દેશો અને રોકાણકારોમાં અનિશ્ચિતતા સર્જાઈ છે.

હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ શું?
હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાનું સૌથી મહત્વપૂર્ણ ઓઈલ ટ્રાન્ઝિટ માર્ગ માનવામાં આવે છે. વિશ્વનું અંદાજે 20 ટકા કાચું તેલ આ સાંકડા દરિયાઈ માર્ગમાંથી પસાર થાય છે. ઈરાન સાથે ચાલી રહેલા તણાવને કારણે આ માર્ગ પર જોખમ વધ્યું છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

દુનિયાની સૌથી મોંઘી કેરી – 1 કિલો માટે લાખનો ખર્ચ!

ઉનાળાની શરૂઆત સાથે જ બજારમાં કેરીની સુગંધ ફેલાઈ રહી છે. સામાન્ય કેરીની કિંમત લગભગ 100–500 રૂપિયા પ્રતિ કિલો હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવી કેરી વિશે સાંભળ્યું છે જેની…

રશિયા દ્વારા યુક્રેનની રાજધાની કિવ પર મિસાઇલ અને ડ્રોન હુમલો, 8ના મોત

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની તીવ્ર સ્થિતિ વચ્ચે શુક્રવારે રશિયાએ કિવ નજીક મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ…