ઇરાન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી ૨૮થી શરૂ થયેલા યુદ્ધ બાદ અત્યાર સુધી અમેરિકા સાથે કોઈ મંત્રણા કરવામાં આવી નથી. ટ્રમ્પે વારંવાર દાવો કર્યો હતો કે ઇરાન મંત્રણા કરવા તૈયાર છે, પરંતુ ઇરાને આ દાવાને ફરી એકવાર નકાર્યો. અગાઉ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ઇરાનની મજલિસના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલીબાફ સાથે મંત્રણા કરી રહ્યું છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ બ્રીફીંગમાં, પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ્ટે જણાવ્યું કે ઇરાન તરફથી આવતાં નકારાત્મક રાજકીય નિવેદનો હોવા છતાં રાજદ્વારી ચેનલ દ્વારા મંત્રણા ચાલુ છે. લીવિટ્ટે વધુમાં ઉમેર્યું કે જે જાહેરમાં કહે છે તે ખાનગી સંદેશાઓથી અલગ હોઈ શકે છે, અને આમાં કશું પણ આશ્ચર્યજનક નથી.
સાથે જ, રીવોલ્યુશનરી ગાર્ડના પૂર્વ કમાન્ડર પણ આ મંત્રણામાં જોડાયેલા છે. પાકિસ્તાનની મધ્યસ્થતા દ્વારા મંત્રણા થવાની ચર્ચાઓને ઇરાને અસત્ય ગણાવી હતી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






