દુનિયાની સૌથી મોંઘી કેરી – 1 કિલો માટે લાખનો ખર્ચ!

ઉનાળાની શરૂઆત સાથે જ બજારમાં કેરીની સુગંધ ફેલાઈ રહી છે. સામાન્ય કેરીની કિંમત લગભગ 100–500 રૂપિયા પ્રતિ કિલો હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવી કેરી વિશે સાંભળ્યું છે જેની કિંમત લાખોમાં જાય?

જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડાતી મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીનો ભાવ 2.5 થી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી છે. એટલી રકમમાં ભારતમાં એક સારી સેકન્ડ હેન્ડ કાર કે લક્ઝુરિયસ બાઈક પણ ખરીદી શકાય.

મોંઘાઈ પાછળનું કારણ
ઝાડ પર સીધો સૂર્યપ્રકાશ મળતાં કેરીનો રંગ લાલ/જાંબલી થઈ જાય છે. માત્ર 350 ગ્રામથી વધુ વજન અને 15% થી વધુ શર્કરા ધરાવતી કેરીને જ “મિયાઝાકી” નામથી વેચવામાં આવે છે.
– સ્વાદ: રસીલો અને મલાઈ જેવો, મોઢામાં મુકતાં જ ઓગળે છે.
– સુગંધ: આખા રૂમને મહેકાવી દેતી.

ખાસ પ્રસંગો અને સુરક્ષા
જાપાનમાં આ કેરી શાહી ભેટ તરીકે આપવામાં આવે છે. તેની કિંમત અને કિંમતને લઈને સુરક્ષા VIP નેતાની જેમ કરવામાં આવે છે. હવે ભારતમાં પણ મધ્યપ્રદેશના જબલપુરમાં ખેડૂતોએ આ કિંમતી કેરી ઉગાડી છે. તેને સુરક્ષિત રાખવા માટે ખાસ ગાર્ડ્સ અને શિકારી કૂતરા તહેનાત કરવામાં આવ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો.

મિયાઝાકી કેરી તેના અદભૂત સ્વાદ, શાહી દેખાવ, અને અપ્રતિમ ગુણવત્તાના કારણે સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ટ્રમ્પનો યુ-ટર્ન, વૈશ્વિક બજારમાં વધ્યો તણાવ

હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર 48 કલાકમાં પોતાનું વલણ બદલી નાખતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલા આપેલા નિવેદનમાં જ્યાં તેમણે આ મહત્વપૂર્ણ…

રશિયા દ્વારા યુક્રેનની રાજધાની કિવ પર મિસાઇલ અને ડ્રોન હુમલો, 8ના મોત

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની તીવ્ર સ્થિતિ વચ્ચે શુક્રવારે રશિયાએ કિવ નજીક મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ…