આવતીકાલે 10:30એ ધોરણ 12 અને GUJCET 2025નું પરિણામ જાહેર થશે! પરિણામ તમે જોઈ શકશો આ રીતે..

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 અને GUJCET 2025ના પરિણામો 5 મે, 2025ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. આ જાહેરાત શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે એક્સ (Twitter) પર પોસ્ટ દ્વારા કરી છે.

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી અને અન્ય પ્રવાહો સહિત GUJCET 2025નું પરિણામ આવતીકાલે તારીખ 5 મે, 2025ના રોજ સવારના 10:30 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ અંગે રાજ્યના શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવામાં આવી હતી અને હવે વિદ્યાર્થીઓ આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા છે.

 

વિદ્યાર્થીઓ તેમના પરિણામ માટે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ www.gseb.org પર જઈને પોતાનો બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઈ શકશે. સાથે જ આ વર્ષે પરીક્ષા માટે વધુ એક સરળ વિકલ્પ આપવામાં આવ્યો છે – હવે વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર 6357300971 પર મોકલીને પણ તેમનું પરિણામ મેળવી શકશે.

 

આ વર્ષે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કુલ 4,23,909 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાં નિયમિત, રીપીટર, ખાનગી અને આઇસોલેટેડ કેટેગરીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,11,384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

પરિણામ જાહેર કર્યા બાદ ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓ દ્વારા વિતરણ કરવામાં આવશે. સાથે જ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારણા અને પુનઃપરીક્ષા સંબંધિત તમામ માહિતી શિઘ્રજ જાહેર કરવામાં આવશે. બોર્ડે જણાવ્યુ છે કે વિદ્યાર્થીઓએ માત્ર અધિકૃત માધ્યમોથી જ માહિતી મેળવવી અને કોઇ પણ ગેરસંચારથી બચવું જોઈએ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *