વાયરલ ગર્લ મોનાલિસાનો જાદૂ ફરી દેખાયો, સ્માર્થ મહેતા સાથે રોમાન્સ કરતી જોવા મળી

મહાકુંભ 2025 બાદ રાતોરાત સ્ટાર બની ગયેલી વાયરલ ગર્લ મોનાલિસા ફરીવાર ચર્ચામાં છે. તેની કથ્થઈ આંખો અને માસૂમિયતથી ફેન્સનું દિલ જીતનાર મોનાલિસા હવે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે. તાજેતરમાં તેના નવા ગીત *‘દિલ જાનિયા’*નો ટીઝર રિલીઝ થયો છે, જેને થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ મળ્યું છે.

ગીતના ટીઝરમાં મોનાલિસા સ્માર્થ મહેતા સાથે જોવા મળે છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રીને ચાહકો ખાસ પસંદ કરી રહ્યા છે. ટીઝરમાં પ્રેમ, માસૂમિયત અને લાગણીઓનું મિશ્રણ જોવા મળે છે, જેના કારણે ફેન્સ તેને વારંવાર જોઈ રહ્યા છે અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.

ગીતમાં ગાયિકા લાઈસલ રાયે પોતાનો અવાજ આપ્યો છે, જે સોલફુલ સિંગિંગ દ્વારા દિલને સ્પર્શી જાય છે. ટીઝરનાં વિઝ્યુઅલ્સ અને મ્યુઝિકનું મિશ્રણ પણ ખૂબ આકર્ષક છે. ફેન્સ હવે આખા ગીતની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

મહાકુંભ 2025 પછી સતત ચર્ચામાં રહેલી મોનાલિસાને નવા અવતારમાં જોઈને ચાહકો ખૂબ ઉત્સાહિત છે. તેનો આ મ્યુઝિક વિડિયો તેના કરિયરમાં એક મહત્વપૂર્ણ ટર્ન સાબિત થવાની સંભાવના ધરાવે છે. અગાઉ પણ તે મ્યુઝિક વિડિયો અને ફિલ્મોમાં જોવા મળી ચુકી છે, અને ટૂંક સમયમાં તે સનોજ મિશ્રાની ફિલ્મમાં જોવા મળશે.

વિશ્વસનીય સોર્સના જણાવ્યા મુજબ, ‘દિલ જાનિયા’ મોનાલિસાના ફેન્સ માટે એક અનોખો અનુભવ સાબિત થશે અને તેને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં વધુ પાયમાની ઓળખ અપાવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

ઈઝરાયલે South Pars Gas Field પર હુમલો કર્યો, ઈરાનની ખાડી દેશોને કડક ધમકી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ હવે વધુ ગંભીર બન્યો છે. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્રોમાંના એક, South Pars Gas Field, પર તાજેતરમાં થયેલા હુમલાએ સમગ્ર ખાડી પ્રદેશમાં…