ઇસરોએ આજે 260 ટન વજન ધરાવતા PSLV-C62 રોકેટ દ્વારા અન્વેષા ઉપગ્રહ અને 14 અન્ય ઉપગ્રહોને લોન્ચ કર્યા, પરંતુ લોન્ચના ત્રીજા તબક્કા દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ. આ વર્ષનું આ પહેલું લોન્ચિંગ છે. પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ અન્વેષા અને 14 અન્ય ઉપગ્રહોને આજે શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી ભ્રમણકક્ષામાં મૂકવાના હતા. પરંતુ તે પહેલાં, રોકેટ તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું, જેની તપાસ ઇસરો ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
ISRO એ જણાવ્યું હતું કે PSLV-C62 મિશનમાં PS3 સ્ટેજના અંતે ખામી સર્જાઈ હતી. આ અંગે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ, ISRO ના વડા ડૉ. વી. નારાયણને કહ્યું હતું કે, “અમે PSLV C62 EOS-N1 મિશન લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો. PSLV રોકેટમાં ચાર તબક્કા છે… ત્રીજા તબક્કાના અંત સુધી બધું સરળતાથી ચાલ્યું, ત્યારબાદ કેટલીક સમસ્યાઓ જોવા મળી.
EOS-N1 ની વિશેષતાઓ
મુખ્ય પેલોડ DRDOનો EOS-N1 (અન્વેષા) હાઇપરસ્પેક્ટ્રલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, જે સરહદ દેખરેખ, છુપાયેલા લક્ષ્યોની શોધ અને પર્યાવરણીય દેખરેખમાં ક્રાંતિ લાવશે. 2025 માં તેની નિષ્ફળતા પછી PSLV માટે આ એક મહત્વપૂર્ણ પુનરાગમન છે. EOS-N1 ઉપરાંત, ISRO આજે 14 અન્ય પેલોડ પણ અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






